Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયાના કૃષ્ણપરી ગામે જુગાર રમતા છ ઇસમો ઝડપાયા.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના કૃષ્ણપરી ગામની ગૌચરની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા છ ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે પોલીસની રેઇડ જોઇને અન્ય ચાર ઇસમો નાશી છુટ્યા હતા. વિગતો અનુસાર રાજપારડી ઇન્ચાર્જ પીએસઆઇ એન.જે.ટાપરીયાને બાતમી મળી હતી કે કૃષ્ણપરી ગામની ગૌચરની ખુલ્લી જગ્યામાં બાવળીયાની ઓથમાં બેસીને કેટલાક ઇસમો જુગાર રમે છે.

મળેલ બાતમી મુજબ પીએસઆઇ ટાપરીયાએ ટીમ સાથે બાતમી મુજબના સ્થળે રેઇડ કરતા ત્યાં મોબાઇલની ટોર્ચના અજવાળામાં જુગાર રમતા સુનિલ રાજેન્દ્ર વસાવા, ગણેશ જેન્તી વસાવા, અનિલ પારસંગ વસાવા, રાયમલ ઉર્ફે રાજુ માનસંગ ગરાસીયા, રણજીત ઉર્ફે પકો ભીખાભાઈ પરમાર તમામ રહે.ગામ કૃષ્ણપરી તા.ઝઘડિયા તેમજ બળવંત ભગુભાઇ રાઠોડ રહે.ગામ ઓરપટાર તા.ઝઘડિયાના ઝડપાઇ ગયા હતા. જ્યારે અન્ય જયેશ ઉર્ફે કાભઇ ખોડા વસાવા, વિજય ઉર્ફે શંભુ વિનુભાઇ વસાવા અને વિપુલ રમેશભાઈ મકવાણા ત્રણેય રહે.કૃષ્ણપરી તેમજ જનક બળવંતભાઇ રહે.ઓરપટાર તા.ઝઘડિયાના પોલીસની રેઇડ જોઇને નાશી છુટ્યા હતા. રાજપારડી પોલીસે ઘટના સ્થળેથી કુલ રુ. ૫૦૯૧૦ નો મુદ્દામાલ કબજે લઇને આ ઝડપાયેલા અને નાશી છુટેલ તમામ ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરી પીએસઆઇ એન.જે.ટાપરીયાના માર્ગદર્શન હેઠળ અ.હે.કો.વસંતભાઇ બાબુભાઇ, પો.કો. દિપકભાઇ દાદુભાઇ , પો.કો.રાજેન્દ્રભાઇ અર્જુનભાઇ, પો.કો.આશિષભાઇ વજેસીંગભાઇ તેમજ પો.કો. સતિષભાઇ સુરાભાઇએ કરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

ભરુચ જિલ્લા સંસદિય બેઠક અંગે પ્રથમ પત્રકાર પરિષદનું આયોજન કરાયું.

ProudOfGujarat

બહુજન ક્રાંતિ મોરચા પ્રેરિત ભારત બંધનાં આહવાનને પાલેજમાં જબરજસ્ત પ્રતિસાદ.

ProudOfGujarat

ભરૂચના વાલિયા તાલુકાના મેરા ગામની સીમમાં શેરડીના ખેતરમાં વિદેશી દારૂ છુપાવી હેરાફેરી કરતી બુટલેગરો પર વાલિયા પોલીસે રેડ કરતાં બુટલેગરો ફરાર થઈ ગયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!