ચાલુ સાલે સમગ્ર રાજ્યમાં થયેલ મુશળધાર વરસાદને લઇને નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. રાજ્યમાં મોટાભાગના રસ્તાઓનું ધોવાણ થયું હોવાની વાતો સપાટી પર આવી છે, ત્યારે ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા માર્ગનું પણ મોટાપ્રમાણમાં ધોવાણ થયું છે. માર્ગ ધોવાઇ જતા મટીરીયલ છુટુ પડી જતા હવે તેમાં વરસાદનું પાણી ભેગુ થતાં કાદવ કિચ્ચડ ફેલાતો જોવા મળી રહ્યો છે. તાલુકામાંથી પસાર થતો આ ધોરીમાર્ગ ધોવાતા હાલ તો જનતા મુશ્કેલીમાં મુકાઇ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ
Advertisement