ભરુચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે આજરોજ પ્રાથમિક શાળાના ૧૩૮ મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અત્રે આયોજિત કાર્યક્રમમાં શાળાની બાળાઓએ સ્વાગત ગીત તેમજ ગરબા રજુ કર્યા હતા.
આમંત્રિત મહેમાનોનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આચાર્ય સુરેશભાઇ સોલંકીએ પ્રારંભિક પ્રવચનમાં શાળાના ૧૩૮ મા સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમની રુપરેખા રજુ કરી હતી. આયોજિત કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય આરતીબેન પટેલ, સીઆરસી અશ્વિનભાઇ, તલાટી સુરેશભાઇ પરમાર, ગામના માજી સરપંચ ચંદુભાઇ, પંચાયત સભ્ય બાબરભાઇ પરમાર તેમજ ગામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સીઆરસી અશ્વિનભાઇ તેમજ પત્રકાર ગુલામહુશેન ખત્રીએ પોતાના પ્રસંગોચિત વકતવ્ય રજુ કર્યા હતા. હાલ ૭૯ વર્ષની ઉંમરે પહોંચેલા ગામના રહીશ અને ભુતપૂર્વ શિક્ષક હિરાભાઇ શાહે તેમણે તેમના વિધ્યાર્થી સમયને યાદ કરીને આજનું શિક્ષણ તે સમયના શિક્ષણથી કઇ રીતે અલગ પડે છે તેની રસપ્રદ જાણકારી આપી હતી. અને પહેલા કરતા હાલ શિક્ષણ બાબતે આધુનિક સુવિધાઓ મોટા પ્રમાણમા ઉપલબ્ધ બની છે ત્યારે બાળકોએ તેનો યોગ્ય લાભ લઇને ઉજ્જવળ ભવિષ્ય માટે મહેનત કરીને આગળ આવવું જોઇએ એવી લાગણી વ્યક્ત કરી હતી. રાજપારડીના પોલીસ કર્મીઓ શાંતિલાલભાઇ અને વિનોદ રોહિત દ્વારા આ પ્રસંગે પ્રિતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ
ઝઘડિયાના સારસા ગામે પ્રાથમિક શાળાનો ૧૩૮ મો સ્થાપના દિવસ ઉજવાયો.
Advertisement