ભરૂચ જિલ્લાના ઝધડીયા તાલુકાનાં તરસાલી ગામે ખ્વાજા નસીરૂદ્દીન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારી અંતર્ગત ગરીબ પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.હાલમાં લોકોના ધંધા રોજગાર બંધ છે ત્યારે ગરીબ વર્ગ મુશ્કેલીમાં મુકાયેલો જણાય છે.ઠેર ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબોને કીટ વિતરણ કરાય છે.તરસાલી ગામે ટ્રસ્ટ દ્વારા ૪૦૦ થી વધુ કુટુંબોમાં ઘરે ઘરે જઈને સોશિયલ ડિસ્ટન્સ અને સરકારી જાહેરનામાનું પાલન થાય એ રીતે કીટ વિતરણ કરવામાં આવી હતી.ધર્મગુરુ હઝરત સૈયદ ફારુક સરકારના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ દ્વારા અવારનવાર વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃતિઓ યોજાય છે.હાલમાં મુસ્લિમ ધર્મમાં પવિત્ર ગણાતા રમજાન માસની શરૂઆત થઇ છે. ત્યારે રમજાન માસમાં ધર વપરાશની વસ્તુઓની માંગ વધુ હોય છે.લોકડાઉનનાં કારણે લોકોનાં રોજગાર બંધ છે, એવી પરિસ્થિતિમાં ખ્વાજા નસીરૂદ્દીન ચેરીટેબલ ટ્રસ્ટ જરૂરીયાતમંદોનાં વ્હારે આવ્યુ છે.આ કીટમાં અનાજ, તેલ, ડુંગળી,દાળ તેમજ રમઝાનમાં ઉપયોગી એવા ખજુર, કસ્ટર વગેરે વસ્તુઓનો સમાવેશ કરાયો હતો.ટ્રસ્ટ દ્વારા સમયાંતરે સમુહ લગ્નના પણ આયોજન કરાય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.
ઝઘડીયા તાલુકાનાં તરસાલી ગામે ખ્વાજા નસીરુદ્દીન ટ્રસ્ટ દ્વારા ગરીબોને ફુડ કીટનું વિતરણ કરવામાં આવ્યું.
Advertisement