રાજ્યમાં વિધાનસભાની ચુંટણી નજીકમાં છે, ત્યારે દરેક રાજ્કીય પક્ષ પોતાનું સંગઠન તાલુકા, જીલ્લા તેમજ રાજ્ય કક્ષાએ મજબુત બનાવવાની કામગીરીમાં વ્યસ્ત બન્યા છે. ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ પણ સંગઠન મજબુત બનાવવાની દિશામાં કવાયત હાથ ધરી છે.
ગતરોજ ચંદેરીયા વ્હાઇટ હાઉસ ખાતે ભારતીય ટ્રાઈબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ વસાવા, બીટીપી સુપ્રીમો છોટુભાઇ વસાવા તેમજ અન્ય બીટીપી અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઝઘડિયા તાલુકા સંગઠનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે પાર્થકુમાર ઇશ્વરભાઇ વસાવા, ઉપપ્રમુખ તરીકે મિતેશભાઇ ઠાકોરભાઈ પઢિયાર, મહામંત્રી તરીકે મકસુદભાઇ એહમદભાઇ મન્સુરી, સંગઠન મંત્રી તરીકે અરવિંદભાઇ પારસિંગભાઇ વસાવા તેમજ સોહિલખાન પઠાણ, સહમંત્રી તરીકે વૈભવકુમાર વસાવા અને બ્રિજેશકુમાર વસાવા, તાલુકા ઓડિટર તરીકે હૈદરભાઇ સીદી, મિડીયા સેલ કન્વિનર તરીકે હેમિલટન વસાવા, તેમજ અન્ય હોદ્દેદારોમાં પ્રિયંકભાઇ વસાવા, ધર્મેશભાઇ વસાવા, સુનિલભાઇ વસાવા અને સુમનભાઇ વસાવાની વરણી કરવામાં આવી હતી. જ્યારે જીલ્લા ઉપપ્રમુખ તરીકે નરેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ પરમાર તેમજ ઝઘડિયા તાલુકા બીટીએસ ઉપપ્રમુખ તરીકે રાહુલભાઇ અરવિંદભાઇ વસાવાની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત કાર્યકરોએ નવા વરાયેલા હોદ્દેદારોને વધાવી લઇને શુભેચ્છા પાઠવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ