Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના પાણેથા ગામેથી એલસીબી એ વિદેશી દારુ ઝડપ્યો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકની હદમાં આવેલ પાણેથા ગામેથી ભરૂચ એલસીબીની ટીમે ગતરોજ ભારતીય બનાવટના વિદેશી દારુની નાનીમોટી બોટલો તેમજ બીયર ટીન મળીને કુલ રુ.૮૨૭૦૦ નો મુદ્દામાલ ઝડપીને આ ગુના અંતર્ગત પાણેથાના અજય ખોડા વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો.

ઉલ્લેખનીય છેકે ઉમલ્લા ગામે ગતરોજ જુના પીએસઆઇની વિદાય બાદ નવા આવેલ પીએસઆઇએ આજરોજ ચાર્જ લીધો છે, ત્યારે આ નવા આવેલ અધિકારી હજુ આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ ના હોય તે સ્વાભાવિક ગણાય. આ દારુ ઝડપાવાની ઘટના બની છે તે જોતા ફલિત થાય છેકે આ પંથકમાં લાંબા સમયથી વિદેશી દારુનો વેપલો થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છેકે ઉમલ્લા નજીકના અછાલિયા ગામે ગત તા.૨૮ – ૫- ૨૧ ના રોજ રુ.૨૫ લાખની માતબર રકમની ચોરી થઇ હતી, અને તેનો આઘાત લાગતા ઘરના મોભીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. આ ચોરીનો ભેદ મહિનાઓ વિતવા છતાં પણ તત્કાલીન પોલીસ અધિકારી ઉકેલી શક્યા નહતા, જેને લઇને પંથકની જનતામાં રોષની લાગણી ફેલાઇ હતી. દિવસો વિતવા સાથે અછાલિયાની આ ચોરીની ઘટનાનો ભેદ પણ જાણે ભુતકાળ બનીને અતીતમાં ગરકાવ થઇ જશે એમ હાલતો લાગી રહ્યું છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

ઝઘડીયા અને રાજપારડીમાં આર.એ.એફ અને સ્થાનિક પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઇ.

ProudOfGujarat

કોરોનાકાળના બે વર્ષના સમયગાળામાં નેત્રંગની તમામ શાળાઓની કફોડી હાલત.

ProudOfGujarat

વડોદરાના લીલોરા ગામમાં માતા સાથે સુઈ રહેલ 6 દિવસનું બાળક થયું ગુમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!