દેશના સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં ભાજપાના ઉમેદવાર અને પ્રથમ આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુજીનો વિજય થતા ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે તાલુકા ભાજપા દ્વારા તેમના વિજયને વધાવી લેવામાં આવ્યો હતો. તેમણે રાષ્ટ્રપતિની ચુંટણીમાં ભવ્ય વિજય મેળવતા તેઓ ભારતના નવા રાષ્ટ્રપતિ તરીકે નીમાયા છે, ત્યારે તેઓ દેશના રાષ્ટ્રપતિ તરીકે તેઓના શાસનના કાર્યકાળને સારી રીતે પૂર્ણ કરે તેવી શુભેચ્છાઓ આપીને કાર્યકરો અને અગ્રણીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવીને વિજય મહોત્સવ મનાવ્યો હતો.
ઝઘડિયા ખાતે યોજાયેલ આ શુભેચ્છા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ હર્ષદભાઈ વસાવા, પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શાંતિલાલભાઈ વસાવા, ભરૂચ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ઝઘડિયા ભાજપાના પ્રભારી જનકભાઈ શાહ, ભરૂચ જીલ્લા આદિજાતિ મોરચાના મંત્રી અને ઝઘડિયાના ઉપસરપંચ વિનોદભાઇ વસાવા, જિલ્લા ભાજપા સંગઠન મંત્રી વંદનાબેન ઝનોરા, તાલુકા ભાજપાના મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડ અને કેતવભાઈ દેસાઈ, ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રીતેશભાઈ વસાવા, તાલુકા ભાજપા અગ્રણી રવજીભાઈ વસાવા, યુવા અગ્રણી દિનેશભાઈ વસાવા સહિત વિવિધ મોરચાના હોદ્દેદારો, પદાધિકારીઓ, તાલુકા જીલ્લા પંચાયતના સદસ્યો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, અને રાષ્ટ્રપતિ તરીકે નવા વરાયેલા દ્રૌપદી મુર્મુના વિજયને વધાવી લીધો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ