ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાનાં વણાકપોર ગામના ૨૫ વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અંકલેશ્વર ખાતે સારવાર માટે લઇ જવાયો હતો. કોરોના વાયરસથી સ્વસ્થ થયેલા આ મુબીન સોલંકી નામના યુવકનો રિપોર્ટ નેગેટીવ આવતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.યુવક સ્વસ્થ થઇ ગામમાં પાછો ફરતા વણાકપોર ગામમાં ખુશી ફેલાવા પામી હતી.યુવાનને હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ તેને વણાકપોર લવાતા યુવાનનું ગામ લોકોએ તાળીઓના ગડગળાટ સાથે પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું હતુ. વણાકપોર ગામના કોરોનાથી સ્વસ્થ થયેલા આ ૨૫ વર્ષીય મુબીન ઐયુબભાઇ સોલંકી નામના યુવાને ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું કે હોસ્પિટલના સ્ટાફે તેની સાથે આત્મિય અને માયાળુ વર્તન કરીને સુંદર સારવારનો અનુભવ કરાવ્યો હતો.યુવકે વાતચીત દરમિયાન હોસ્પિટલના સ્ટાફનો આભાર માન્યો હતો.યુવકના જણાવ્યા મુજબ હોસ્પિટલ દ્વારા સુંદર સુવિધા આપવામાં આવી હતી.વણાકપોરનો આ યુવાન સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ બનતા ગ્રામજનો સહિતના તમામ લોકોએ હોસ્પિટલ સ્ટાફ,પોલીસ વિભાગ તેમજ સ્થાનિક આરોગ્ય કર્મીઓ સહિત સહુને “થેન્કયુ” કહીને આભાર માન્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.