ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરમાં ડેન્ગ્યુ પોઝિટિવ દર્દીઓ હોવાની જાણ થતાં આરોગ્ય વિભાગે તાત્કાલિક નગરમાં સર્વે હાથ ધર્યુ હતુ.નગરના શંકાસ્પદ અને ડેન્ગ્યુ ગ્રસ્ત વિસ્તારોમાં ફોગીંગ અને એન્ટીલારવા એકટીવિટી ની કામગીરી શરુ કરવામાં આવી.દરમિયાન નજીકના ઉમલ્લા નગરના પંથકમાં પણ ડેન્ગ્યુ પોઝિટિવ દર્દીઓ જણાતા ભાલોદ આરોગ્ય કેન્દ્ર ની ટુકડીઓ તાત્કાલિક ઉમલ્લા દોડી ગઇ હતી.અને મેડિકલ સર્વેની કામગીરી હાથ ધરી હતી.ઉમલ્લા અને દુ.વાઘપુરા બન્ને ગામો એકબીજાને અડીને આવેલા છે.ફાટક વિસ્તારમાં ચાર જેટલા દર્દીઓએ ડેન્ગ્યુ ની સારવાર લીધી હોવાનું આ વિસ્તારના સ્થાનિક રહીશોએ જણાવ્યુ હતુ.ઝઘડીયા તાલુકાના બે સામુહિક આરોગ્ય કેન્દ્રો પૈકી એક અવિધા અને બીજુ ઉમલ્લામાં આવેલુ છે.આ બન્ને સામુહિક આરોગ્ય કેન્દ્રોને વિસ્તૃત અધ્યતન સુવિધાયુક્ત બનાવવાની જરુર છે.આમ થાયતો તાલુકાની જનતાએ ઘનિષ્ઠ તબીબી સારવાર માટે ભરૂચ અંકલેશ્વરનો ફેરોના લેવો પડે.