Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના ભાલોદના સંદિપ વસાવા બીટીપી માં જોડાયા

Share

ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામના માજી સરપંચ અને ગત તાલુકા પંચાયતની ચુંટણી પૂર્વે ભાજપામાં જોડાયેલ સંદિપ વસાવા આજે ચંદેરીયા ખાતે બીટીપી અગ્રણીઓ છોટુભાઈ વસાવા અને મહેશ વસાવાની ઉપસ્થિતિમાં ભાજપા છોડીને પુન: ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં જોડાયા હતા.

તેમણે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે તેઓ બીટીપી સુપ્રિમો છોટુભાઈ વસાવાની વિચારશરણીથી પ્રેરિત થઇને તેમના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં તેમના કાર્યકરો સાથે જોડાયા છે. ઉલ્લેખનીય છે કે સંદિપ વસાવા આ પહેલા વર્ષોથી છોટુભાઈ વસાવાના સમર્થક રહ્યા હતા, અને ગત તાલુકા જીલ્લા પંચાયતની ચુંટણીઓ પૂર્વે ભાજપામાં જોડાયા હતા અને આજરોજ ભાજપા છોડીને બીટીપી માં પાછા ફર્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ ખાતે પીસી-પીએનડીટી એક્ટ અંતર્ગત રજિસ્ટર્ડ તમામ ડૉકટરનો વર્કશોપ યોજાયો

ProudOfGujarat

રાજપીપળામાં આડા સબંધના વેહમે પત્નીનું પતિએ ઊંઘમાં જ ઢીમ ઢાળી દીધું.

ProudOfGujarat

ભરૂચમાં એલ.પી.જી.ગેસ પમ્પ સ્ટેશન આજથી સદંતર બંધ.સેંકડો વાહન ચાલકોને ભારે તકલીફ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!