Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા જીઆઇડીસીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા સુપરવાઇઝર સહિત બે પર હુમલો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઇડીસીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા સુપરવાઇઝર સહિત બે ઇસમો પર આઠ જેટલા અજાણ્યા ઇસમોએ હુમલો કરી જખ્મી કર્યા હોવાની ઘટના બનવા પામી છે. આ અંગે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ મુળ બિહારનો રહીશ સુમન અનિલ ચૌધરી હાલ અન્ય પરપ્રાંતિય ઇસમોની સાથે ઝઘડિયા તાલુકાના દધેડા ગામે રહીને ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં મોહિત એન્ટરપ્રાઇઝ નામના કોનટ્રાકટ હેઠળ સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. ગત તા. ૧૬ મીના રોજ રાતની નોકરી હોવાથી સુમન તેના સાથી કામદાર વરેનિયમ રુપક સાથે સાયકલ લઇને રાતના સાડા દસેક વાગ્યે નોકરી પર જઇ રહ્યો હતો. તે દરમિયાન રસ્તામાં રોડ પર કેટલાક ઇસમો બેઠેલા હતા, તે પૈકી બે ઇસમો તેમની પાસે આવ્યા હતા અને આ લોકો પર લાકડીઓથી હુમલો કરીને મારવા લાગ્યા હતા. તેને લઇને સુમન અને તેનો સાથી ભાગવા જતા થોડે આગળ સાત આઠ માણસો ઉભેલા હતા, તે પૈકીના એક ઇસમે રુપકને લાકડીનો સપાટો મારી દીધો હતો. તેમજ સુમનને પણ કોઇ ઇસમે પાછળથી સપાટો માર્યો હતો. ત્યારબાદ આ બધા ઇસમોએ તેમની પર પાઇપ અને લાકડીઓથી હુમલો કર્યો હતો. આ હુમલામાં સુમનને માથામાં સપાટા મારતા હોઇ તેણે હાથ આડો ધરતા હાથ પર પાઇપ અને લાકડીથી હાથ પર માર માર્યો હતો. આ હુમલામાં તેની સાથેના વરેનિયમને પણ બન્ને હાથે તેમજ જમણા પગે ફેકચર થયું હતું. ઇજાગ્રસ્તોને અંકલેશ્વર ખાતે ખાનગી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા. આ સંદર્ભે સુમને લખાવેલ પોલીસ ફરિયાદમાં રાણીપુરાના જીગ્નેશ વસાવા સહિતના કેટલાક ઇસમોએ નોકરી વહેંચણી બાબતની રીશ રાખીને આ હુમલો કર્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે ઝઘડિયા પોલીસે હાલતો સુમન ચૌધરીની ફરિયાદ મુજબ આઠ જેટલા અજાણ્યા ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છેકે ઝઘડિયા જીઆઇડીસીમાં અવારનવાર કામદારો વચ્ચે ઘર્ષણના બનાવો વધી રહ્યા હોવાની વાતો બહાર આવી રહી છે. મળતી વિગતો મુજબ ઝઘડિયા જીઆઇડીસીમાં નોકરીઓ બાબતે સ્થાનિકોની સરખામણીએ પરપ્રાંતિય કામદારોને પ્રાધાન્ય આપવાની ઉધોગ માલિકોની નિતીને લઇને સ્થાનિક જનતામાં રોષ જણાઇ રહ્યો છે. ઘરના છોકરા ઘંટી ચાટે એ ઉક્તિ અહિં સાચી પડતી દેખાય છે. સ્થાનિકોને નોકરીમાં યોગ્ય પ્રાધાન્ય નથી મળતું, તેથી ઘણીવાર પરપ્રાંતિય અને સ્થાનિક કામદારો વચ્ચે ઘર્ષણ ઉભુ થતું હોવાની ચર્ચાઓએ પણ વેગ પકડ્યો છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી


Share

Related posts

લખતર ના ઢાંકી ગામે આવેલ એશિયા ના સૌથી મોટા પમપિંગ સ્ટેશન પાસે નર્મદા મહોત્સવ ની ઉજવણી કરાઈ

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં વધુ ત્રણ દર્દીઓને કોવીડ હોસ્પિટલમાંથી રજા અપાઈ જીલ્લો કોરોના મુકત બનશે.

ProudOfGujarat

ઈન્ડોનેશિયામાં ભૂકંપથી મૃત્યુઆંક 82 થયો-ધરાશાયી ઈમારતોના કાટમાળમાં હજુ ઘણા ફસાયેલા-ભૂકંપમાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!