હાલ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થતાં તેને પગલે ઘણા વિસ્તારો પાણીમાં ડુબી જતા ઠેરઠેર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. ભારે વરસાદથી જાહેર માર્ગો પરના તેમજ રહેણાંકો નજીકના તેમજ ખેતરોમાં આવેલ ઘણા વૃક્ષો ધરાશાયી થયા હતા.
ભરૂચ જીલ્લામાં પણ પાછલા કેટલાક દિવસોથી સતત મેઘવર્ષા થઇ રહી છે, ત્યારે ભારે વરસાદના કારણે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે બેન્ક ઓફ બરોડા નજીક આવેલ લીમડાની મોટી ડાળી તુટી પડી હતી, તેને લઇને નજીકથી પસાર થતી વીજ લાઇનોને પણ નુકશાન થયું હતું અને વીજ પ્રવાહ ખોરવાયો હતો. ઉપરાંત ઉમલ્લા ગામે આવેલ તળાવની પાળ ઉપર આવેલ એક વર્ષો જુનું લીમડાનું વૃક્ષ પણ ધરાશાયી થતા વીજપોલ તેમજ વીજલાઇનને નુકશાન થયું હતું. આ ઘટનાઓમાં સદભાગ્યે કોઇ જાનહાની નહી થતાં તંત્ર અને જનતાએ રાહત અનુભવી હતી.
Advertisement
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ