ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરમાં આજે દિવસ દરમિયાન વરસાદે વિરામ લેતા રાજપારડી વીજ કંપનીના ઇજનેર ડેવીડ વસાવાના માર્ગદર્શન હેઠળ નગરજનોની સલામતી અને સુરક્ષા માટે વીજ કર્મીઓએ નગરના તમામ વીજપોલ પર કરંટ ઉતરે છે કે કેમ તેની ચકાસણી કરી હતી. વધુમાં જણાવાયુ હતુ કે જો કોઇ ઠેકાણે વીજફોલ્ટ અથવા કોઇ ક્ષતિ જણાય તો લોકોએ રાજપારડી વીજ કચેરીનો સંપર્ક કરવો. હાલ ચોમાસાની સિઝન હોઇ વરસાદી પાણીથી વીજપોલો તેમજ વીજતારો ભીના થતાં કોઇવાર કરંટ ઉતરતો હોય છે. તેમજ કોઇવાર વીજતારો જમીન પર પડેલા જણાય તેવા સંજોગોમાં નગરજનોએ આવા ભીના વીજ ઉપકરણોથી દુર રહી વીજ કચેરીને જાણ કરવી એમ અનુરોધ કરવામાં આવ્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ
Advertisement