Proud of Gujarat
FeaturedGujaratINDIA

અવિધા ગામે બહારગામ જઇને આવેલા બે પરિવારોને ક્વોરેન્ટાઇન કરાયા.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે તાજેતરમાં એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર એકશનમાં આવી ગયુ હતું.બાદમાં રાજપારડી અને ભાલોદ આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મીઓ દ્વારા વણાકપોર અવિધા સહિતના ગામોએ આરોગ્ય સર્વે હાથ ધરાયો હતો.અવિધા ગામે બે પરિવારના અમુક સભ્યો બહારગામ જઇને આવ્યા હોવાની જાણ આરોગ્ય વિભાગને થતાં અવિધાના આ બહારગામ જઇને આવેલા માણસોના બે પરિવારોને આજે હોમ ક્વોરેન્ટાઇન હેઠળ મુકવામાં આવ્યા હતા. આરોગ્ય સુત્રોના જણાવ્યા મુજબ આ બે પરિવારના કુલ ૧૧ સભ્યોને હોમ ક્વોરેન્ટાઇન કરાયા હતા. ભાલોદ અને રાજપારડીના આરોગ્ય કેન્દ્રો દ્વારા ગામોએ મેડીકલ સર્વેને લગતી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા સહિત અન્ય તાલુકાઓમાં કેટલો વરસાદ વરસ્યો જાણો.

ProudOfGujarat

શુકલતીર્થથી મંગલેશ્વર સુધી બાળકોની ત્રણ કિલોમીટરની મેરેથોન દોડ યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ શહેર-જિલ્લામાં લોકડાઉનનાં ચોથા તબક્કામાં કામ ધંધાને છૂટ આપી દેવામાં આવતા અને રીક્ષા સહિતનાં વાહનોને છૂટ મળતા શહેરનું જનજીવન સામાન્ય થઈ ગયું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!