ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ આવતા અગ્રણીઓ તેમજ ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય સોનલબેન રાજ, ઝઘડિયા તાલુકા ભાજપા મહામંત્રી ભુપેન્દ્રસિહ રાઠોડ, લઘુમતિ મોરચાના હુશેનભાઇ બાદશાહ, ભાજપા અગ્રણી મહેશભાઇ પાટણવાડિયા, અગ્રણી નરેન્દ્રસિંહ રાજ તેમજ રતનપુર સહિત અન્ય ગામોના સરપંચો, અગ્રણીઓ, સ્થાનિક ગ્રામજનો, તલાટી કમ મંત્રીઓ, રાજપારડી વનવિભાગના હેમંત કુલકર્ણી, વિવિધ વિભાગોમાંથી આવેલ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત જન સમુદાયને વિવિધ યોજનાકિય લાભોની જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં સ્થાનિક સીદી યુવાનોએ આફ્રિકન નૃત્ય રજુ કર્યુ હતું. આ પ્રસંગે પર્યાવરણને તુટતુ બચાવવા વૃક્ષારોપણ જરૂરી હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવી. ઉલ્લેખનીય છેકે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ ઝઘડિયા તાલુકાના વિવિધ ગામોએ ફરીને ગ્રામજનો સમક્ષ ગુજરાતના ગૌરવવંતા વિકાસનું નિરૂપણ કરે છે, ત્યારે ગ્રામજનો દ્વારા વંદે ગુજરાત વિકાસ રથનું સ્વાગત કરવામાં આવતું હોય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ
ઝઘડિયાના રતનપુર ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ આવતા ગ્રામજનો દ્વારા સ્વાગત કર્યું.
Advertisement