આજરોજ ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક ધોરીમાર્ગ પરથી પસાર થતી એક ટ્રક નીચે એક ગાય ફસાઇ જવા પામી હતી. ત્યારબાદ બપોરના બે વાગ્યાના અરસામાં ટ્રક નીચે ફસાયેલી ગાયને કાઢવા હાઇડ્રા અને જેસીબીનો ઉપયોગ કરવો પડ્યો હતો. ટ્રકને મશીનથી ઉંચકીને ગાયને બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ ગંભીર રીતે ઘવાયેલી ગાયને જેસીબીના પાવડામાં નાંખીને પશુપાલકના ઘરે રાણીપુરા ગામ ખાતે લઇ જવામાં આવી હતી. આ લખાય છે ત્યારે ગંભીર રીતે ઘવાયેલી ગાય જીવીત છે, પરંતું ગાય ગંભીર રીતે જખ્મી થયેલ હોઇ ઉભા થઇ શકવાની સ્થિતિમાં નથી એમ પણ જાણવા મળ્યુ છે. આ ઘટનામાં હજુ પોલીસ ફરિયાદ નથી થઇ પરંતું પશુ માલિક દ્વારા પોલીસ ફરોયાદ લખાવવામાં આવનાર હોવાનું લોકચર્ચા દ્વારા જાણવા મળ્યુ હતું. આ ઘટનાને પગલે તાલુકામાં મુખ્ય ધોરીમાર્ગ પર અકસ્માતોની પરંપરા યથાવત રહેવા પામી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ