Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો.

Share

ભરૂચ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા પોલીસમાં નોંધાયેલ ગુના હેઠળ દોઢ વર્ષથી નાસતા ફરતા અારોપીને ઝડપી લીધો હતો. ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા જીલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ, તે અંતર્ગત એલસીબીની અલગઅલગ ટીમો બનાવી આવા આરોપીઓને ઝડપી લેવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા. દરમિયાન એલસીબી પીઆઇ કે.ડી.મંડોરાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઇ જે.એન.ભરવાડ ટીમ સાથે ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે હ્યુમન ઇન્ટેલિજન્સથી બાતમી મળી હતીકે ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુનામાં નાસતો ફરતો એક આરોપી નેત્રંગ રોડ પરના જેસપોર ગામ નજીક જોવામાં આવેલ છે. એલસીબી પોલીસે બાતમી મુજબના સ્થળેથી ઉપરોક્ત દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપી સુરેશ ઉર્ફે ભુરો ફુલસીંગભાઇ વસાવા રહે.ઝરણા કટીપાડા, તા.નેત્રંગ, જી.ભરૂચનાને ઝડપી લીધો હતો, અને આગળની કાર્યવાહી માટે ઝઘડિયા પોલીસને સોંપ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

વડોદરા : કિશન ભરવાડના હત્યારાઓનું એન્કાઉન્ટર કરવા કોંગ્રેસના ઉપપ્રમુખએ કર્યો અનોખો વિરોધ…

ProudOfGujarat

ઘાસવાડાથી સંતરામપુર જતી ગૌવંશ ભરેલી પિકઅપ વાન પકડી ગૌવંશને બચાવી જીવદયાનું ઉત્કૂષ્ઠ ઉદાહરણ પુરૂ પાડતી કડાણા પોલીસ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું 52.89% પરિણામ આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!