Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા : ઉમલ્લા ૧૦૮ ની ટીમે ઝઘડિયાના ખાખરીયાની પ્રસુતાને ઘરે જ સફળ પ્રસુતિ કરાવી.

Share

તારીખ ૪ થી જુલાઈ નારોજ ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતેની ૧૦૮ ઈમરજન્સી સેવાને ખાખરીયા ગામની પ્રસુતા માટેનો કોલ મળતા ઈમરજન્સી સેવા એમ્બ્યુલન્સ ગણતરીના સમયમાં ખાખરીયા મિનેશભાઈ વસાવાના ઘરે પહોંચી ગઈ હતી. ત્યાં જઈને જોતા મિનેશભાઈની પત્ની રેણુકાબેનને પ્રસુતિનો દુખાવો ખુબ વધી ગયો હોય તેવું નજરે પડ્યું હતું. આ મહિલાને પ્રસુતિનો દુખાવો વધારે પ્રમાણમાં હોવાથી ઘરે જ પ્રસુતિ કરવી પડે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી. આ સંજોગોને ધ્યાનમાં રાખીને ૧૦૮ ઈમરજન્સી સેવાના ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન હીનાબેન વસાવા તેમજ પાયલટ રવિન્દ્રભાઈ વસાવાએ પોતાની સૂજબુજનો ઉપયોગ કરીને તેમજ ઇમરજન્સી સેવામાં આપેલા મેડિકલ સંસાધનોનો ઉપયોગ કરી રેણુકાબેનને ઘરે જ સફળ પ્રસુતિ કરાવી હતી. પ્રસુતિ થયા બાદ માતા અને બાળક બંને સ્વસ્થ હતા. ત્યારબાદ માતા અને બાળકને પ્રસુતિ બાદની જરૂરી સારવાર માટે નેત્રંગ સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે જ્યારે ઇમરજન્સી સેવાને કોલ મળ્યો ત્યારે વરસાદ ચાલુ હતો, પરંતું ઉમલ્લા ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા તાત્કાલિક નિર્ણય લઇને મહિલાને ઘરે જ સફળ પ્રસુતિ કરાવી હતી. મહિલાના પરિવારજનોએ ૧૦૮ ઇમરજન્સી સેવાના કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા. ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર તેમજ જિલ્લા સુપરવાઇઝર ઇરફાનભાઇ દિવાને ૧૦૮ ના કર્મચારીઓની સરાહનીય કામગીરીને આવકારીને તેમને અભિનંદન આપ્યા હતા.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

ઝઘડીયા : કોરોના સંક્રમણને લઇને રાજપારડીનાં બજારમાં ગ્રાહકોની પાંખી હાજરી…

ProudOfGujarat

આગામી 5મી ઓક્ટોબરે રિલીઝ થતી બોલીવુડની ફિલ્મ લવરાત્રીને લઈને અમદાવાદના સનાતન ફાઉન્ડેશન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરાઈ PIL..

ProudOfGujarat

ગરૂડેશ્વર ખાતે નવ નિયુક્ત A.P.M.C નું ઉદધાટન કરાયું. ૬૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર નિર્માણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!