ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે કપીરાજે ભારે આતંક મચાવ્યો હતો. કપીરાજના આતંકના કારણે સ્થાનિક લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યુ હતું. કપીરાજે પાંચથી વધુ વ્યક્તિઓને શરીરે બચકા ભરીને ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તોને અવિધાની સરકારી હોસ્પિટલમા પ્રાથમિક સારવાર આપવામા આવી.
આ અંગેની ઝઘડિયા વનવિભાગે જાણ કરાતા વન વિભાગ દ્વારા કપિરાજને ઝડપી પાડવા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. લખાઈ રહ્યું છે ત્યાં સુધી કપિરાજ પજારે પુરાયો નથી હાલ કપિરાજને ઝડપી પાડવાની કવાયત વન વિભાગ દ્વારા ચાલુ છે તેમ જાણવા મળેલ છે.
Advertisement