Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકામાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને જનતા ચિંતિત.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં દિવસે દિવસે કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને તાલુકાની જનતા ચિંતિત બની છે. લાંબા સમયથી તાલુકામાં જુગાર આંકડા તેમજ દારુનું દુષણ વ્યાપક બન્યું હોવાનું જાણવા મળ્યુ છે. ઉપરાંત તાલુકામા અવારનવાર થતી ઘરફોડ ચોરીઓને લઇને પણ તાલુકાની જનતામાં ચિંતા ફેલાવા પામી છે.

હાલમાં મળતી વિગતો મુજબ તાલુકાના મુલદ ગામ નજીક એક સંસ્થા દ્વારા હોસ્પિટલ બનાવવાનું કામ ચાલે છે. આ જગ્યાએ પાણીની જરુરિયાત માટે ટાંકી મુકેલી છે. આ ટાંકીની ગત તા.૨૮ મીની રાત્રી દરમિયાન ચોરી થઇ હતી. ઘટના સંદર્ભે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી. ઉપરાંત તાલુકાના રાજપારડી નજીકના સારસા ગામે પ્રાથમિક શાળામાંથી પંખાઓ ચોરાયા હોવાની ઘટના પણ બની હતી. તાલુકામાં અવારનવાર બનતા ઘરફોડ ચોરીઓના તેમજ સીમચોરીના બનાવોને લઇને તાલુકાનો આમ વર્ગ ચિંતિત બન્યો છે. ઉપરાંત તાલુકાના ઝઘડિયા રાજપારડી ઉમલ્લા ભાલોદ જેવા મથકો સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં દારુ જુગાર તેમજ આંકડાનું દુષણ વ્યાપક બન્યું છે. તાલુકામાં ઝઘડિયા રાજપારડી અને ઉમલ્લા એમ ત્રણ સ્થળોએ પોલીસ સ્ટેશનો કાર્યરત છે, ઉપરાંત આ પોલીસ સ્ટેશનોના ગ્રામ્ય વિસ્તારમાં આઉટપોસ્ટ ચોકીઓ પણ ખરી જ ! છતાં તાલુકામાં દિવસે દિવસે કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઇને તાલુકાની જનતામાં ચિંતા ફેલાવા પામી છે.

Advertisement

તાલુકામાં વધતા જતા દારુ જુગાર અને આંકડાના દુષણના ભરડામાં ધીમેધીમે તાલુકાનો યુવા વર્ગ ફસાતો જતો હોવાની વાતો પણ ચર્ચામાં છે, ઘણીવાર જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ રેઇડ કરીને દારુ જુગાર ઝડપી લેતી હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. અને તેને લઇને તાલુકાના સ્થાનિક તંત્રની કામગીરી પ્રત્યે સવાલો પણ ઉઠતા હોય છે. તાલુકાની જનતા તાલુકામાં સુખાકારી વધે એમ ઇચ્છતી હોય છે, ત્યારે તાલુકામાં આ બાબતે સંબંધિત તંત્રએ પણ જાગૃતતા બતાવીને જનતાની અપેક્ષાઓ સંતોષવા આગળ આવવું જ પડશે. ઝઘડિયા તાલુકો ભરુચ જીલ્લામાં ભૌગોલિક દ્રષ્ટિએ મહત્વનું સ્થાન ધરાવતો તાલુકો ગણાય છે. જીલ્લામાં મહત્વનું સ્થાન ધરાવતા ઝઘડિયા તાલુકામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંગીન બનાવવા તાકીદે નક્કર આયોજનોની જરુર જણાય છે. ઉલ્લેખનીય છે કે તાલુકામાં નજીકના ભુતકાળમાં પણ કેટલીક મોટી ચોરીઓ થઇ હતી, પરંતું મહિનાઓ વિતવા છતાં આ ચોરીની આ ઘટનાઓ વણ ઉકલી રહી છે, તેને લઇને જનતામાં રોષ મિશ્રિત આશ્ચર્ય ફેલાયું છે. તાલુકાના ત્રણ મહત્વના મથકો રાજપારડી ઉમલ્લા અને ઝઘડિયાની ચોકડીઓને સીસીટીવી કેમેરાથી સજ્જ બનાવવામાં આવી છે, ત્યારે ચોરી જેવા ગુનાઓ કરીને બિન્દાસ નાશી જતા ગુનેગારો કેમ ઝડપાતા નથી ? આ પણ એક વેધક સવાલ છે. ત્યારે તાલુકાના વિકાસને અનુરુપ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સઘન બનાવવા તંત્ર તાકીદે અસરકારક ભુમિકા અપનાવે તે જરુરી બન્યું છે. તાલુકાની જનતાની આ લાગણી અને માંગણીને સંતોષવા તાકીદે ઘટતા આયોજનો કરાય તે ઇચ્છનીય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરુચ


Share

Related posts

નડિયાદ સંતરામ મંદિરના સંતો તથા શિક્ષકોએ ધ કાશ્મીર ફાઇલ મુવી નિહાળી.

ProudOfGujarat

જ્ઞાતિ અને ધર્મના ભેદ વગર ભાઇચારાના વાતાવરણમાં એક અનોખું સામાજિક કાર્ય થયું જાણો ક્યાં? અને કેવી રીતે?

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીમાંથી એક સાથે બે મૃતદેહ મળતા ખળભળાટ, નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!