Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોરોના વાઇરસ સામેની લડતને મજબૂતી મળે તે માટે ઝઘડિયા સ્થિત લેંક્સેસ કંપનીએ કોમર્શિયલ સોશિયલ રિસ્પોન્સીબિલિટી અંતર્ગત પીએમ કેયર્સમાં 2 કરોડનું દાન કર્યું છે.

Share

લેંક્સેસ દ્વારા માત્ર નાણાકીય યોગદાન જ નહીં પરંતુ અન્ય ચીજવસ્તુઓની મદદ પણ કરાઈ છે. લેંક્સેસ દ્વારા તેના ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આવેલા પ્લાન્ટની આસપાસના વિસ્તારોમાં માસ્ક, સેનેટાઈઝર, લિકવિડ શોપ, અનાજની કીટ વગેરે સામગ્રીનું પણ વિતરણ માટે વધારાના 30 લાખનું દાન આપવાનું પણ વચન અપાયું છે. જરૂરિયાત મુજબ ઉપરોક્ત સામગ્રીની ખરીદી કરાશે. એની જવાબદારી નગરપાલિકા અથવા સરકારી એજન્સીઓને અપાશે.આ યોગદાન અંગે લેંક્સેસ ઇન્ડિયાના વાઇસ ચેરમેન નિલાંજન બેનર્જીએ કહ્યું હતું કે, ‘કોરોના વાઇરસનો ફેલાવો વધી રહ્યો છે. અમને આશા છે કે અમારું યોગદાન આ મહામારી સામેની લડતને મજબૂતી આપશે. આ લડાઈમાં સતત સહકાર આપવો જરૂરી છે. અમે અમારું યોગદાન આપતા રહીશું’.

Advertisement

Share

Related posts

વેરાવળ : ડોળાસાના અડવી ગામે સાત સિંહો ટોળે વળી બેસેલ મળ્યા જોવા : સિંહ દર્શન માટે ટોળા ઉમટયા.

ProudOfGujarat

રાજપીપળા : સાગબારા તાલુકાના ગામ સીમની પાદરમાં એક વિધવા મહિલાની જમીનને હડપી લેવા કોશિશ કરતા નિર્ભયા ટીમે ન્યાય અપાવ્યો.

ProudOfGujarat

ભરૂચમાં યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર વિધર્મી યુવક ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!