Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયાના સારસા ગામે પહેલા ધોરણમાં નવો પ્રવેશ પામનાર બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે આજે પ્રાથમિક શાળામાં નવા દાખલ થનાર બાળકોને આવકારવાનો પ્રવેશોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્ય સરકારના મહિલા બાળ વિકાસ સચિવ કે.વી.હિન્ડોચા, સરપંચ પ્રેમિલાબેન વસાવા, ઉપસરપંચ ભાવિશા પટેલ, આચાર્ય સુરેશભાઇ, ગામ અગ્રણી રતિલાલ રોહિત, તલાટી સુરેશભાઈ પરમાર , શિક્ષકો, વાલીઓ સહિત ગામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળામાં ધો.૧ માં નવો પ્રવેશ લેનાર બાળકોને આવકારીને વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો. બાળકોને સ્કુલ બેગ ઉપરાંત અભ્યાસોપયોગી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. અગ્રણીઓએ બાળકોને અભ્યાસમાં ધ્યાન આપીને શિક્ષણની વાતે આગળ આવવા અનુરોધ કર્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ તા.૨૫ જુન ‘૨૨

Advertisement

Share

Related posts

નડિયાદમાં બ્રહ્માકુમારીઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

અંકલેશ્વર – ચૌટા બજાર વિસ્તારમાં ગઈકાલે બનેલ ઘટનાને લઈ અંકલેશ્વરના જાગૃત યુવાન દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની માંગ કરવામાં આવી.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લોકડાઉન પૂરું થયું તેમ છતાં લોકોમાં કોઈ સુધરાવ નહીં આવતાં ‌અને માસ્ક પહેરયા વગર ટહેલતા લોકો સામે તંત્ર કડક બન્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!