Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના કાકલપોર સરસાડ સુથારપરા પ્રા.શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાયો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાની કાકલપોર સરસાડ અને સુથારપરા પ્રા.શાળાઓ ખાતે પહેલા ધોરણમાં નવા દાખલ થયેલ બાળકોને આવકારવા માટેનો પ્રવેશોત્સવ યોજાયો હતો.

આ પ્રસંગે જીલ્લા તકેદારી અધિકારી, સીઆરસી કો. પાણેથા દિલિપસિંહ ઘરીયા, ઝઘડિયા એપીએમસીના ચેરમેન દિપકભાઇ પટેલ, શિક્ષકો, ગામ અગ્રણીઓ, બાળકો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજિત કાર્યક્રમમાં ધો.૧ તેમજ આંગણવાડીમાં નવા દાખલ થનાર બાળકોને આવકારીને શાળા પ્રવેશ કરાવાયો. આ પ્રસંગે ધો.૩ થી ૮ ના શ્રેષ્ઠ વિધ્યાર્થીઓનું પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું. નવો પ્રવેશ લેનાર બાળકોને દફતર ઉપરાંત અભ્યાસોપયોગી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અગ્રણીઓ દ્વારા બાળકોને આવકારીને અભ્યાસ પ્રત્યે રુચિ કેળવીને ઉચ્ચ કારકિર્દી તરફ પ્રયાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

અમદાવાદમાં ખુલ્લેઆમ કેમિકલ છોડતા એકમો સામે એએમસી એ કરી લાલ આંખ, ડ્રેનેજ કનેક્શન સાથે હવે વીજળી કનેક્શન કપાશે

ProudOfGujarat

અંકલેશ્વર : મોબાઇલ સાયન્સ લેબનું પ્રાથમિક શાળા પીરામણ ખાતે લોકાપૅણ કરાયું.

ProudOfGujarat

ગોધરા બી ડીવીઝન પોલીસે પશુઓને કતલ કરવાના ઇરાદે લઇ જતા બે ઈસમોને ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!