ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે આજરોજ કન્યાશાળા અને કુમારશાળામાં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવનાર વિધ્યાર્થીઓને આવકાર આપવા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ઝઘડિયાના સરપંચ સુરેશભાઈ વસાવા, ઉપસરપંચ વિનોદભાઇ વસાવા, અત્રે પધારેલ અધિકારીઓ, શિક્ષકો, બાળકો, વાલીયો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અત્રે ઉપસ્થિત અગ્રણીઓનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. કન્યાશાળા તેમજ કુમારશાળામાં નવો પ્રવેશ મેળવનાર બાળકોને આવકાર આપીને તેઓને સ્કુલબેગ તેમજ અભ્યાસોપયોગી વસ્તુઓ આપવામાં આવી. પ્રસંગોચિત વકતવ્યમાં અગ્રણીઓએ બાળકોને શિક્ષણ પ્રત્યેની રુચિ કેળવીને અભ્યાસમાં આગળ આવવા અનુરોધ કર્યો હતો.
Advertisement
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ