Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત ૧૦૦ ઉપરાંત કાર્યકરો ભાજપામાં જોડાયા.

Share

વિધાનસભાની ચુંટણીઓ નજીકમાં છે ત્યારે ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં આમઆદમી પાર્ટીના પ્રમુખ સહિત ૧૨૦ જેટલા કાર્યકરોએ ભાજપાનો ખેશ પહેરી લેતા સમગ્ર જીલ્લામાં રાજ્કીય ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો હતો. આજે ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી પ્રદિપસિંહ, રાજ્યસભાના પુર્વ સદસ્ય ભારતસિંહ પરમાર, જીલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ઝઘડિયા તાલુકાના પ્રભારી જનકભાઇ શાહ, ઝઘડિયાના ઉપસરપંચ વિનોદભાઇ વસાવા, તાલુકા ભાજપા પ્રમુખ અતુલ પટેલ, મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડ, ભાજપા અગ્રણી રશ્મિકાન્ત પંડયા તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઝઘડિયા એપીએમસી ખાતે યોજાયેલ એક આવકાર સમારોહમાં આમ આદમી પાર્ટીના તાલુકા સંગઠનના પ્રમુખ કરણસિંહ પરમાર, મંત્રી જયેશભાઇ સોલંકી સહિત અંદાજે ૧૨૦ જેટલા કાર્યકરો વિધિવત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત ભાજપા અગ્રણીઓએ પાર્ટીમાં નવા આવનાર કાર્યકરોને આવકાર્યા હતા. નવા આવનાર કાર્યકરોએ તેઓ પાર્ટીના સંગઠનને વધુ મજબુત બનાવવા તેમનું સંપૂર્ણ યોગદાન આપશે એવી લાગણી વ્યક્ત કરી હતી. વિધાનસભાની ચુંટણી નજીકમાં છે ત્યારે આમ આદમી પાર્ટીના તાલુકા હોદ્દેદારો સહિત કાર્યકરો ભાજપામાં જોડાતા ભાજપા છાવણીમાં ખુશીનો માહોલ છવાયો હતો.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

રાજપારડી વિસ્તારની ક્વોરીઓ માંથી ખનીજ વહન કરતી ટ્રકો ભુસ્તર વિભાગે ઝડપી

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પાલેજ ગ્રામ પંચાયત ખાતે રસીકરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

સુરતમાં કિમ ચાર રસ્તા પાસે લકઝરી બસ ચાલકે બ્રેક મારતાં એક સાથે 10 વાહનો અથડાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!