Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડીયા જીઆઇડીસી સ્થિત ડીસીએમ કંપનીમાં રિવર્સ થતાં લોડર મશીન વિહીકલે પાછળનાં ભાગે ઉભેલ એક કામદારને અડફેટે લઈ લેતાં ગંભીર ઇજાઓને કારણે તેનું મોત નિપજ્યું હતું.

Share

ઝધડીયા જીઆઇડીસી સ્થિત ડીસીએમ કંપનીમાં ચાલતા કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવતા કામદાર સુજીત રામવૃક્ષ યાદવ આજરોજ સવારે કંપનીના કોલયાર્ડમાં લોડર મશીનની પાછળના ભાગે ફરજ બજાવતો હતો તે દરમ્યાન લોડર મશીન વિહીકલના ચાલકે અજાણતામાં વિહીકલ રિવર્સ હંકારતા અડફેટે આવી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, ચાલકે તાત્ત્કાલિક કંપનીની એમ્બ્યુલન્સ મારફત ઈજાગ્રસ્તને ભરૂચની હીલિંગ ટચ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. જોકે ફરજ ઉપરના તબીબે ઈજાગ્રસ્તને મૃત જાહેરકર્યો હતો. બનાવ અંગે દેસાઈ ઇન્ફ્રા પાવર નામના કોન્ટ્રાકટરના સાઈડ સુપરવાઈઝર કલ્પેશ બાલુભાઈ પટેલે આ અંગેની જાણ ઝધડીયા પોલીસ મથકે કરતા પોલીસે હાલ તુરંત અકસ્માત મોતનો ગુનો દર્જ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : હાંસોટના સાહોલ ગામ નજીક કારને નડ્યો અકસ્માત,કારમાં સવાર 3 લોકોને ઇજા

ProudOfGujarat

ઝઘડિયાના મઢી નજીકના ખેતરમાંથી નવ ફુટ લાંબો અજગર પકડાયો.

ProudOfGujarat

બાલ્દા મુખ્ય શાળા ખાતે બારડોલી ટીચર્સ કૉ.ઓપરેટિવ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા અને બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનું ત્રિવાર્ષિક અધિવેશન યોજાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!