Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા : પરિવારના યુવક સાથે ચુંટણીની અદાવત રાખી ઝઘડો કરતા ચાર સામે ફરિયાદ.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના નાની જાંબોઇ ગામે રહેતા એક પરિવારને ગામના જ ચાર ઇસમોએ ગાળો દઇને ઝઘડો કરીને ધમકી આપી હોવાનો બનાવ બનવા પામ્યો છે.

આ અંગે ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ નાની જાંબોઇ ગામે રહેતા સાવિત્રીબેન રામજીભાઈ વસાવાને સંતાનમાં વિરેન્દ્ર નામનો એક છોકરો છે, જેણે ગામનીજ એક યુવતી સાથે પ્રેમલગ્ન કરેલા છે. ગતરોજ તા.૨૧ મીના રોજ સાંજના સાત વાગ્યાના અરસામાં વિરેન્દ્ર મોટીજાંબોઇ ગામે દુધ ડેરીમાં દુધ ભરવા ગયો હતો. તે દરમિયાન સાડા સાત વાગ્યાના સમયે ગામમાં રહેતા અશ્વિનભાઇ ખુમાનભાઇ વસાવા, ભરતભાઇ કનુભાઇ વસાવા, કનુભાઇ રેવલાભાઇ વસાવા તેમજ અશોકભાઈ કનુભાઇ વસાવા તેમના ઘેર આવ્યા હતા. આ લોકો ગાળો બોલીને કહેતા હતાકે તમારો છોકરો વિરેન્દ્ર ક્યાં ગયો, એને ઘરની બહાર કાઢો. આજે એને પતાવી દેવાનો છે, એ બીજાના ઝઘડામાં કેમ વચ્ચે પડે છે? અમારે સરપંચની ચુંટણી સમયથી તેની સાથે રીષ છે. એમ કહીને એ લોકોએ ઉશ્કેરાઇ જઇને સાવિત્રીબેનના પતિ સાથે ઝપાઝપી કરીને ધક્કો મારીને નીચે પાડી દીધા હતા. અને તમારો છોકરો કેવો ગામમાં નીકળે છે, તે જોઇ લઇશું, તેને ઘરમાં પુરી રાખજો નહીતો જાનથી મારી નાંખીશું. તેમ કહીને ધમકી આપી હતી. આ ઘટના બાબતે સાવિત્રીબેન રામજીભાઇ વસાવા રહે.નાનીજાંબોઇનાએ અશ્વિન ખુમાન વસાવા, ભરત કનુ વસાવા, કનુ રેવલા વસાવા તેમજ અશોક કનુ વસાવા તમામ રહે. ગામ જાંબોઇ, તા.ઝઘડિયા, જી.ભરૂચના વિરુધ્ધ ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

ઉમરપાડામાં પોસ્ટ વિભાગ દ્વારા મહિલા બચત મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર વિસ્તારમા વીજ ટ્રાંસફોરમર તોડી કોપર વાયર ચોરી કરતી ગેંગ ઝડપાય

ProudOfGujarat

વિરમગામના સામાજિક કાર્યકરે સરકારી દવાખાનામાં જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!