ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ કેનાલમાં આજે કોઇ કંપની દ્વારા છોડાયેલ કેમિકલ યુક્ત દુષિત પાણીથી કેનાલના પાણીમાં સફેદ ફીણ ઉત્પન્ન થતું નજરે પડ્યુ હતું. આ દુષિત પાણી કેનાલના પાણી સાથે ભેગુ થઇને તેને પણ દુષિત બનાવી રહ્યું હતું. આશ્ચર્યની વાત છે કે આ દુષિત પાણી કેટલાક પાલતુ પશુઓ પી રહ્યા હતા. કેમિકલ યુક્ત દુષિત પાણી પીતા આ પશુઓના આરોગ્યનું શું? જીઆઇડીસીનું જવાબદાર તંત્ર આ બાબતે કેમ કંઇ કરતું નથી? એને લઇને વિવિધ સવાલો ઉઠી રહ્યા છે. ઝઘડિયા જીઆઇડીસીમાં જાહેરમાં પ્રદુષણના રુપે કેમિકલ યુક્ત દુષિત પાણી છોડવાની ઘટનાઓ જાણે હવે રોજિંદી બની ગઇ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ
Advertisement