Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયા જીઆઇડીસીમાં આડેધડ રોડ પર પાર્ક કરાતા વાહનોને લઇને હાલાકી.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઇડીસીમાં આવતા ભારદ્વારી વાહનો આડેધડ જાહેર માર્ગો પર પાર્ક કરાતા હોવાથી અન્ય વાહન ચાલકો અને રાહદારીઓને અગવડ ભોગવવી પડે છે.

આજે જીઆઇડીસીની એબોટ ચોકડી પર ભારે વાહનો આડેધડ પાર્ક કરેલા દેખાયા હતા. લાઇનસર પાર્ક કરેલ આ વાહનોને લઇને વાહન ચાલકોએ જાણે જાહેર માર્ગને પાર્કિંગ ઝોન બનાવી દીધો હોય એમ જણાતું હતુ. ઝઘડિયા જીઆઇડીસી ઉતરોત્તર વિકાસની દિશામાં આગળ વધી રહી છે તે ખુશીની વાત ગણાય, પરંતું આ વિકાસની સાથેસાથે વિસ્તરતી જતી સમસ્યાઓ પણ હલ થવી જોઇએ. ઝઘડિયા જીઆઇડીસીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંગીન બનાવવા જીઆઇડીસી માટે અલગ પોલીસ સ્ટેશન ફળવાયું છે. ત્યારે જીઆઇડીસીમાં આડેધડ નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને નિયમોનું ભાન કરાવવા પોલીસ અસરકારક ભુમિકા અપનાવે તે જરુરી બન્યું છે. આડેધડ જાહેર માર્ગો પર કોના બાપની દિવાળીની જેમ વાહનો પાર્ક કરતા વાહન ચાલકો પર તાકીદે દંડનીય કાર્યવાહી કરાય તેવી લોકલાગણી અને લોકમાંગણી પ્રવર્તી રહી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

જુલાઈ અને ઓગસ્ટ-૨૦૨૦ ના બે માસ દરમિયાન પંચમહાલ જિલ્લાનાં પાવાગઢ ફાયરિંગ રેન્જમાં અનધિકૃત વ્યક્તિનાં પ્રવેશ ઉપર પ્રતિબંધ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સ્વીપ પ્રોગ્રામ અંતર્ગત મતદાન જાગૃતિની પ્રવૃત્તિ કરાઇ.

ProudOfGujarat

છોટાઉદેપુર : નસવાડી તાલુકાના ઘુટિયાઆંબા ગામની સગર્ભા મહિલાનું 9 માસનું બાળક ગુમ થયુ હોવાનો આક્ષેપ કરતા પરિવાર અને ગ્રામજનો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!