Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડીયા : ઉમલ્લા ગામે રાત્રી દરમિયાન બાઈકમાંથી પેટ્રોલની ચોરી થતાં ફફડાટ.

Share

ભરૂચ જિલ્લાના ઝધડીયા તાલુકાના ઉમલ્લા ગામના નવા ફળીયામાં અને સુથાર ફળિયામાં છેલ્લા 25 થી 30 દિવસ દરમિયાન કોઈક અજાણ્યા ઈસમો દ્વારા બાઈકમાંથી રાત્રી દરમિયાન પેટ્રોલ ચોરી થવાની ઘટનાઓ સામે આવતા સ્થાનિક રહીશો દ્વારા પોલીસને રાત્રી દરમિયાન પેટ્રોલિંગ વધારવા રજુઆત કરવામાં આવી છે અને વાત કરવામાં આવે તો આ પેટ્રોલ ચોરી કરવાની ઘટના પોલીસ સ્ટેશનની બાજુમાં જ ફળીયામાં રહેતા લોકોના ઘરોમાંથી થઈ છે ત્યારે પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસના કર્મચારીઓ અને હોમગાર્ડ રાત્રી દરમિયાન નિંદર માનતા હોઈ તેમ અગાઉ પણ રાત્રી દરમિયાન ઉમલ્લા બજાર સહિત વાઘપુરા બજારમાં અનેક બાઈક ચોરીની ઘટનાઓ થઈ ચુકી છે તેવામાં પેટ્રોલ ચોરી કરવાની ઘટનાઓ સામે આવતા કોઈક ઈસમો ફરી મોટી ચોરીની ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હોઈ જેથી કરી પોલીસ પોતે સતર્ક રહી નાઈટ પેટ્રોલિંગ વધુ કરે તે જરૂરી બની ગયું છે.

Advertisement

Share

Related posts

સુરતનાં જહાંગીરપુરામાં નવમાં માળે ઘરનો દરવાજો લોક થઈ જતા મહિલા ફસાઈ, ફાયરના જવાનોએ ગેલેરીમાંથી દિલધડક રેસ્ક્યૂ કર્યું

ProudOfGujarat

બેંકમાંથી રૂપિયા ઉપાડી ઘરે જતા ખેડૂતની   રૂપિયા ભરેલી થેલી બાઇક સવાર આચકી ફરાર થઇ ગયા

ProudOfGujarat

આણંદ-જીલ્લા પોલીસ વડા દ્વારા જીલ્લાના ત્રણ પીઆઈ અને છ પીએસઆઈની કરવામાં આવી આંતરીક બદલી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!