Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના લીમોદરા ગામે એક યુવક પર મગરે હુમલો કરી ઘાયલ કર્યો.

Share

ભરુચ જીલ્લાન‍ા ઝઘડિયા તાલુકાના લીમોદરા ગામે રહેતો કમલેશ ભીખાભાઈ વસાવા ઝગડિયા જીઆઇડીસીમાં એક ખાનગી કંપનીની બસ પર ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. ગતરોજ કમલેશ તેના પરિવારજનો સાથે લીમોદરા ગામના નર્મદા કિનારે નહાવા માટે ગયો હતો. આ દરમિયાન તે પાણીમાં નહાતો હતો ત્યારે મગરે તેના પર હુમલો કર્યો હતો. મગરે તેના જમણા પગનો ભાગ જડબામાં લઈ તેને નદીના ઉંડા પ્રવાહમાં ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન કમલેશે તાકાત કરી તેનો પગ મગરના જડબામાંથી છોડાવી પાણીની બહાર નીકળી આવ્યો હતો. મગરના હુમલાથી કમલેશ ગંભીર રીતે ઘવાયો હતો જેથી તેને એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરુચ

Advertisement

Share

Related posts

ઝઘડિયા – હરિપુરા ગામ પાસે અજાણ્યા વાહનચાલકે અકસ્માત સર્જ્યો ગંભીર રીતે ઘવાયેલા આધેડ નું મોત

ProudOfGujarat

વડોદરા અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ તલવારબાજી કરીને ભૂચર મોરી શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

ProudOfGujarat

પાલેજ પોલીસ મથકમાં હોટલ સંચાલકો સાથે પોલીસ ઇન્સ્પેકટર દ્વારા મિટિંગ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!