Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા સુલતાનપુરા ગામના મુસ્લિમ સમાજ દ્વારા નુપુર શર્મા સામે પગલા લેવા આવેદન અપાયું.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા સુલતાનપુરા ગામના મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ ઝઘડિયા મામલતદારને આવેદન પત્ર આપીને ઇસ્લામના પયગંબર વિષે અભદ્ર ભાષા બોલીને અપમાનિત કરવા બદલ નુપુર શર્મા સામે કાયદાકીય રીતે ફોજદારી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ગત તા.૩૦ મીના રોજ ટીવીના માધ્યમથી ભાજપા પ્રવકતા નુપુર શર્માએ એક ટીવી ડીબેટના કાર્યક્રમમાં ઇસ્લામના પયગંબર વિષે અભદ્ર ભાષા બોલીને ઇસ્લામના સ્થાપક પયગંબર સાહેબનું અપમાન કર્યુ હતું. ટીવી ડીબેટના આ કાર્યક્રમમાં અન્ય કેટલાક લોકોએ પણ ભાગ લીધો હતો, અને તે લોકો નુપુર શર્માને ચુપચાપ સાંભળતા રહ્યા હતા કોઇએ તેને રોકી નહી. નુપુર શર્માના આ કૃત્યથી મુસ્લિમ સમાજની લાગણી દુભાઇ હોવાનું જણાવી તેની સામે કડક કાર્યવાહી કરવા આવેદનમાં માંગ કરવામાં આવી હતી. મુસ્લિમ સમાજ દ્વારા નુપુર શર્માના આ વર્તનને વખોડી કાઢવામાં આવ્યું હતું. આવેદનમાં વધુમાં જણાવાયું હતું કે આપણો ભારત દેશ અનેકતામાં એકતામાં માનવાવાળો દેશ છે. કોઇપણ ધર્મનું અપમાન ચલાવી લેવાય નહી. આવી અભદ્ર ભાષા બોલવી કે કોઇ સમાજને બદનામ કરવો લોકશાહી વિરુધ્ધ હોવાનું જણાવીને સ્વતંત્રતા સામે જોખમ ઉભુ ના થાય તેમજ લોકોમા ભયનું વાતાવરણ ઉભુ ના થાય તે માટે ફરીવાર કોઇ ઇસમ દ્વારા આવુ કૃત્ય ના થાય તે માટે ધર્મના નામથી થતાં ટીવી ડીબેટ બંધ થાય તેવી પણ આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી. ઝઘડિયા મામલતદારને આવેદન આપીને આ આવેદન રાજ્યના રાજ્યપાલને પહોંચાડવા ઝઘડિયા સુલતાનપુરા મુસ્લિમ સમાજ દ્વારા અરજ કરવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ : આ ટ્રાફિકજામમાંથી કયારે મુક્તિ મળશે, ગોલ્ડન બ્રિજ પર ટ્રાફિકનાં કારણે અનેક વાહનો અટવાયા.

ProudOfGujarat

સામોર થી મોતાલી ગામ તરફ જતા ગડખોલ નજીક ડોક્ટર નો ફોન તથા લૂંટ કરનાર 2 આરોપીને ઝડપી પાડતી એલસીબી પોલીસ*

ProudOfGujarat

ઉમરપાડાની ઉમરદા પોસ્ટ ઓફીસ દ્વારા શહિદ દિવસ નિમિત્તે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 83 બાળકીઓના ખાતા ખોલાવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!