કોરોનાના વધી રહેલા પ્રકોપને લઇને દેશ વ્યાપી લોકડાઉન અંતર્ગત બહાર પડાયેલ જાહેરનામાનો ઠેરઠેર અમલ થઇ રહ્યો
છે.ધાર્મિક સ્થળોએ પણ ચારથી વધુ માણસોએ ભેગા થવા પર પ્રતિબંધ છે.આજે મુસ્લિમોનો શબેબરાતનો તહેવાર છે.ઝઘડીયા તાલુકાના રતનપુર નજીકના પહાડ પર આવેલ સુફી સંત હઝરત બાવાગોરની દરગાહના ઇતિહાસમાં આજે પ્રથમવાર શબેબરાતના તહેવારમાં શ્રધ્ધાળુઓની ગેરહાજરી જોવા મળી.હાલમાં પ્રવર્તમાન સરકારી જાહેરનામાને અનુલક્ષીને દરગાહની બહાર વહિવટી તંત્ર દ્વારા જાહેરનામા મુજબ લોકોએ એકઠા થવા પર પ્રતિબંધ દર્શાવતી સુચના આપતું બોર્ડ મુક્યુ છે.અને તેમાં જણાવાયા મુજબ જે કોઇ વ્યક્તિ સરકારી જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કાયદેસર પગલા ભરાશે એમ જણાવાયું છે.સામાન્ય દિવસોમાં દરરોજ શ્રધ્ધાળુઓથી ભરપુર રહેતી સુફી સંત હઝરત બાવાગોરની દરગાહ તેના ઇતિહાસમાં આજે પ્રથમવાર શ્રધ્ધાળુઓની હાજરી વિના જોવા મળી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.
બાવાગોર દરગાહનાં ઇતિહાસમાં પ્રથમવાર શબેબરાતનાં તહેવારમાં દરગાહમાં શ્રધ્ધાળુઓની ગેરહાજરી.
Advertisement