ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે કાર્યરત સામાજિક સંસ્થા મલ્ટીપ્લે ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા આવો સ્કૂલ ચલે હમ પ્રોજેક્ટ અંતર્ગત બાળકોને સ્કૂલ બેગ તેમજ અભ્યાસ ઉપયોગી સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઝઘડિયા ટાઉન ખાતે અભ્યાસના સાધનોની જરુરવાળા ૮૦ થી વધુ બાળકોને અભ્યાસ ઉપયોગી સાધનો અપાયા. જેમાં નોટબુક, પેન્સિલ, કલર પેન્સીલ, કંપાસ તેમજ સ્કુલ બેગ જેવી જરુરી વસ્તુઓનો સમાવેશ થાય છે. સંસ્થાના પ્રમુખ મિતેશભાઇ પઢિયારના પ્રયત્નોથી ઝઘડીયા જીઆઇડીસીની એડન તેમજ નાઇટ્રીક્ષ કંપનીઓના સહયોગથી ઝઘડિયાના સરપંચ સુરેશભાઈ વસાવાના હસ્તે બાળકોને આ જરુરી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા અવારનવાર મહિલા કલ્યાણને લગતી વિવિધ પ્રવૃત્તિઓ ઉપરાંત શૈક્ષણિક કક્ષાની વિવિધ કામગીરી કરવામાં આવે છે. વધુમાં જણાવાયું હતુંકે આવનાર દિવસોમાં પણ જો કોઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ જણાશે તો તેમને પણ અભ્યાસને લગતી મદદ કરવામાં આવશે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ