ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લાની શૈક્ષણિક સંસ્થાને કોરોના મહામારી અંતર્ગત કરેલ સરાહનીય કામગીરી બદલ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ કોરોના મહામારીના સમયે ઉમલ્લાની શ્રીરંગ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત સરસ્વતી શીશુ વિદ્યાલય શાળામાં કોરોનાના દર્દી માટે પથારીની વ્યવસ્થા કરીને દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે મુજબની સેવાકીય કામગીરી સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. સંસ્થાની આ કામગીરીને ધ્યાનમાં લઇને ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ પદમાબેન વસાવા, અનિલભાઈ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના અધિકારી ડો. જે.એસ.દુલેરા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી મહેતાની ઉપસ્થિતિમાં સંસ્થાના પ્રમુખ રશ્મિકાંત પંડ્યાને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે શાળાના શિક્ષકો પણ હાજર રહ્યા હતા. સંસ્થાને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવા બદલ સંસ્થાના પ્રમુખ રશ્મિકાન્ત પંડ્યાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ