Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયાના ધોલી ડેમમાં ડુબી જવાથી વણખુટા ગામની બે કિશોરીઓના મોત.

Share

ભરુચ જીલ્લાના ઉમલ્લા પોલીસ મથકની હદના વણખુટા ગામની બે કિશોરીઓના ધોલીડેમમાં ડુબી જતા મોત નીપજ્યા હતા. ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ વણખુટા ગામે રહેતી અંજનાબેન રાકેશભાઇ વસાવા ઉ.વર્ષ ૧૭ અને શિલ્પાબેન રોહિતભાઇ વસાવા ઉ.વર્ષ ૧૨ ગતરોજ તા.૫ મીના રોજ સવારના સાડા અગિયાર વાગ્યાના અરસામાં ધોલીડેમ ખાતે કપડા ધોવા ગયેલ હતી. ત્યારબાદ આ બન્ને છોકરીઓ સમય વિતવા છતાં ઘરે પહોંચી નહતી, તેથી તેમના પરિવારજનોએ તેમની શોધખોળ આરંભી હતી. દરમિયાન ધોલીડેમના કિનારા પર કોઇ બે છોકરીઓના મૃતદેહ પડેલા હોવાની જાણ થતાં ત્યાં જઇને જોતા આ મૃતદેહ ધોલીડેમ પર કપડા ધોવા ગયેલ વણખુટા ગામની અંજના અને શિલ્પાના હોવાનું જણાયું હતું. ઘટના અંગે વણખુટાના રહીશ દેવલભાઇ રામભાઇ વસાવાએ ઉમલ્લા પોલીસ મથકે જાણ કરતા પીએસઆઇ વૈશાલીબેન ઠુમ્મરે પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે જઇને જરુરી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહોને નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ.કરવા મોકલી આપ્યા હતા. ઘટના સંદર્ભે ઉમલ્લા હે.કો.રોહિતભાઇએ તપાસ હાથ ધરી હતી. વણખુટા ગામની બે આશાસ્પદ કિશોરીઓના અકાળે મોત થતાં વણખુટા સહિત પંથકના ગામોએ શોકનો માહોલ છવાયો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

વડોદરામાં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં ફી વધારાના મુદ્દે વિદ્યાર્થીઓનો વિરોધ.

ProudOfGujarat

કરગત ગામના પાટીઆ પાસે થયેલ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરનુ મૌત …

ProudOfGujarat

ભારત જોડો યાત્રામાં જોડાઇ ભરૂચ કી બેટી મુમતાઝ પટેલ, રાહુલ ગાંધી સાથે રાજસ્થાનના અલવરમાં રહી ઉપસ્થિત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!