જ્યાં ચાહ છે ત્યાં રાહ છે. જ્યારે કોઈ યુવાઓ પોતાના અધૂરા શિક્ષણને લીધે જીવનમાં કઈ કરી બતાવા માટે પાછળ રહી જતા હોય છે અને પોતાના પરિવારના ભરણ પોષણ પૂરું કરવા માટે સતત સંઘર્ષ કરતા હોય છે. તે સમયે ઝઘડિયાની ગુલબ્રાન્ડ્સન કંપની દ્વારા પોતાના સી.એસ.આર પ્રોજેક્ટ હેઠળ આવાં યુવાઓને ટૂંકા ગાળાની ટેકનિકલ તાલીમ આપી પગભર થવા એક સાર્થક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
ગુલબ્રાન્ડસન કંપની અને ઋષિ વોકેશનલ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડના સહિયોગથી ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામના 30 યુવાનોને એઓસીપીની ત્રણ માસની ટૂંકાગાળાની તાલીમ આપી રોજગારી મેળવી શકે તેવા શુભ આશય તાલીમ વર્ગ શરૂ કરવામાં આવ્યા હતા.
ઋષિ વોકેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા તાલીમાર્થીઓને થીયરી અને પ્રેક્ટીકલ જ્ઞાન આપી તાલીમાર્થીઓને ઝઘડિયાની આસપાસના ઉદ્યોગોમાં રોજગારી મેળવી શકે તેની માટે સફળ પ્રયાસ કરવામાં આવ્યા હતા.
જેના ભાગ સ્વરૂપ આજરોજ તારીખ ૩-૬-૨૦૨૨ ના રોજ ઝઘડિયા જીઆઇડીસી ખાતે આવેલ એસ.યુ.સી સેન્ટર માં જોબ ઓફર લેટરનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને રોજગારીની તક મેળવતા તેઓમાં એક અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો હતો. અને તાલીમાર્થીઓએ ગુલબ્રાન્ડસન કંપની અને તાલીમ આપનાર ઋષિ વોકેશનલ ટીમનો આભાર માન્યો હતો.
આજના આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રીઓ, ગુલબ્રાન્ડસન કંપનીના અનીશ કચ્છી, જીતેન્દ્ર રાણા અભિષેક અને પ્રોજેક્ટ હેડ રૂસિત પ્રજાપતિ તથા ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન, ઝઘડિયા જીઆઇડીસીના સભ્યો તથા ઋષિ વોકેશનલના બીઝનેસ હેડ જીજ્ઞાશા ગોસ્વામી તથા રણજીત મહિડા ઉપસ્થિત રહ્યા હતા.