Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ૨કા૨ના સુશાસનની ૮ વર્ષની ઉજવણીના ઉપલક્ષ્યમાં ખેડા જીલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ.

Share

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસન ને ૮ વર્ષ પુરા થયા છે ત્યા૨ે પ્રજામા પણ તેમના કાર્યકાળથી સુશાસનની અનુભુતિ થઈ રહી છે. તે અંતર્ગત આજે નડિયાદ સ્થિત ભાજપના જીલ્લા કાર્યાલય કમલમમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરાયુ હતુ. જેને ખેડા જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, ગુજરાત સ૨કા૨ના કેબીનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ વગેરે એ સંબોધી હતી.

૨ાજય સ૨કા૨ના કેબીનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યુ હતું કે નરેન્દ્રભાઈ મોદીની સ૨કા૨માં ૨ામ મંદિ૨ સહિતના સંકલ્પો પુરા થયા છે. સં૨ક્ષણ ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બન્યુ છે. સમાજનો સર્વાગી વિકાસ થયો છે અને રાષ્ટ્ર પણ વિકાસની દિશા તરફ પ્રગતી કરે છે.ખેડા જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલે જણાવ્યુ હતુ કે દેશમા જયારે કોગ્રેસનુ શાશન હતુ ત્યારે દેશ દિશા વિહીન હતો. ચોતરફ અરાજકતા હતી. નરેન્દ્રભાઈ મોદીએ દેશની ધુરા સંભાળી ત્યારથી યુગ બદલાયો હોય તેવી અનુભુતિ લોકોને થઈ રહી છે.આ પ્રસંગે ખેડા જીલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ,જીલ્લા ભાજપ સંગઠનના મહામંત્રીઓ અજયભાઈ બ્રહમભટ્ટ, નટુભાઈ સોઢા,જીલ્લા મિડીયા કન્વીનર તથા સહ કન્વીનર ઉપસ્થિત રહયા હતા.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચની હોટલ રિજેન્ટા સેન્ટ્રલ ખાતે ત્રણ ખ્યાતનામ પેટ્રોલિયમ કંપની દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ.

ProudOfGujarat

ઝઘડિયાના ઉમલ્લા દુ.વાઘપુરા ખાતે પર પ્રાંતિય મકાન ભાડુઆતોનું પોલીસ વેરિફિકેશન થાય છે ખરુ?

ProudOfGujarat

ભરૂચ ડી.આઈ.એલ.આર કચેરીમાં અંધેર વહીવટ : પ્રજા ત્રાહિમામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!