Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયાના અવિધા ગામેથી દારુ બનાવવાનો અખાદ્ય ગોળ તેમજ ગુંડેચા નજીકથી શંકાસ્પદ ડિઝલ ઝડપાયું.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે દારુ બનાવવાના અખાધ ગોળના જથ્થા સાથે એક વેપારી ઝડપાયો હતો, જ્યારે ગુંડેચા ગામ નજીકથી શંકાસ્પદ ડિઝલનો જથ્થો ઝડપાયો હતો.

રાજપારડી પીએસઆઇ જી.આઇ.રાઠોડને મળેલ બાતમી મુજબ ગુંડેચા ગામના બસ સ્ટેન્ડ પાસેથી એક બોલેરો ગાડીમાં પ્લાસ્ટિકના ચાર કાર્બામાં શંકાસ્પદ અને ચોરીનું મનાતું ૧૮૦ લિટર જેટલું ડિઝલ લઇને જતા ચેતનભાઇ જીકુભાઇ પરમાર રહે.રાજપારડી તેમજ અજયભાઇ નવલસંગભાઇ વસાવા રહે.ગુંડેચા તા.ઝઘડિયાના ઝડપાયા હતા. જ્યારે અવિધા ગામે ત્રીકોણ ફળિયામાં આવેલ દેવીપુજા કિરાણા સ્ટોર નામની દુકાનમાંથી નારાયણલાલ મહારામ ગુર્જર રહે.અવિધા, મુળ રહે.રાજસ્થાનનો દુકાનમાં વેચાણ માટે રાખેલ દારુ બનાવવાના કામમાં ઉપયોગમાં લેવાતા ગોળ અને ફટકડીના જથ્થા સાથે ઝડપાયો હતો. તપાસ દરમિયાન ગોળનો આ જથ્થો અખાધ હોવાની ખાતરી થઇ હતી. પોલીસે કુલ રુ.૧૧૭૭૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો. શંકાસ્પદ ડિઝલ તેમજ અખાધ ગોળના ઝડપાયેલ જથ્થા બાબતે રાજપારડી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકામાં ઝઘડિયા રાજપારડી ઉમલ્લા ભાલોદ જેવા મથકોએ કેટલાક વેપારીઓ લાંબા સમયથી દારુ બનાવવાના ઉપયોગમાં લેવાતા અખાધ ગોળનું વેચાણ કરતા હોવાની વ્યાપક લોકચર્ચાઓ ઉઠવા પામી છે. આ મથકોએ અંકલેશ્વર ઉપરાંત નર્મદા જીલ્લાના જથ્થાબંધ વેપારીઓ પાસેથી અખાધ ગોળનો જથ્થો આવતો હોવાની ચર્ચાઓએ પણ વેગ પકડ્યું છે.હાલમાં નવનિયુક્ત જીલ્લા પોલીસ વડાની કડક સુચનાને પગલે જીલ્લાના પોલીસ વિભાગે સક્રિય બનીને સઘન કાર્યવાહી હાથ ધરતા તાલુકામાં આમજનતામાં ખુશીનું મોજું જોવા મળ્યુ છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી


Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત થતાં એકનું સારવાર દરમિયાન મોત નીપજયું.

ProudOfGujarat

ગોધરા : સફાઇકર્મીઓ વિવિધ માંગણીઓને લઈ હડતાળ ઉપર ઉતરી આવ્યા.

ProudOfGujarat

પાલેજ : એટ્રોસિટી એકટના કેસમાં કંબોલી સરપંચનો નિર્દોષ છુટકારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!