Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા ભીડભંજન હનુમાન મંદિર ખાતે સાત દિવસીય ભાગવતનો પ્રારંભ કરાયો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા નગરના જૈન દેરાસરની પાછળ આવેલા ભીડભંજન હનુમાનજી મંદિરમાં આજથી સાત દિવસ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન મહોત્સવનો ધામધૂમથી પ્રારંભ કરવામાં આવ્યો છે.

ઝઘડિયા રામાયણ મંડળ દ્વારા આ સમસ્ત ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે બપોરના સમયે ઝઘડિયા રામાયણ મંડળ તથા મોટી સંખ્યામાં નગરજનોની ઉપસ્થિતિમાં ભાગવત કથાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા બપોરે બે કલાકે ભીડભંજન હનુમાનજી મંદિરે પહોંચી હતી.

આજ રોજ તા. ૧-૬ થી ૭-૬ સુધી મનુકર્દમ સંવાદ, વરાહ અવતાર – ધૃવ ચરિત્ર, નૃસિંહ પ્રાગટ્ય, વમિન રામકૃષ્ણ જન્મ, નંદોત્સવ – ગોવર્ધન પૂજા, રૂક્ષમણી વિવાહ તથા સુદામા ચરિત્ર જેવા ઉત્સવો ઉપર અમદાવાદ શોલાવિદ્યા પીઠ સ્થિત અનંતકૃષ્ણ શાસ્ત્રીજી દ્વારા જ્ઞાન પીરસવામાં આવી રહ્યું છે. બપોરના બે થી સાંજના છ વાગ્યા સુધી સતત સાત દિવસ સુધી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ યોજાશે. ભાગવત કથા બાદ દરરોજ સાંજે ભીડભંજન હનુમાનજી મંદિરના પટાંગણમાં નગરજનો માટે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવત કથા તથા પ્રસાદી નો લાભ લેવા રામાયણ મંડળ દ્વારા નગરજનોને ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણનાં નવા ૦૯ કેસો નોંધાયા.

ProudOfGujarat

શ્રી શારદા એજયુકેશન ટ્રસ્ટ દ્વારા વિરમગામમાં વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચનાં ઝાડેશ્વર રોડ ઉપર આવેલ આઇનોક્ષ સામેનાં શ્રી નિકેતન શોપિંગની દુકાનમાં બેકાબુ કાર ઘુસી જતાં દોડધામ મચી ગઈ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!