Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના મોરતલાવ ગામની મહિલાનું કેનાલમાં ડુબી જવાથી મોત.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના મોરતલાવ ગામની ૫૦ વર્ષીય પ્રૌઢ મહિલાનું કેનાલમાં ડુબી જવાથી મોત થયુ હતું. આ અંગે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ મોરતલાવ ગામે રહેતી વનિતાબેન વિનુભાઇ વસાવા નામની ૫૦ વર્ષીય મહિલા ગતરોજ તા.૩૧ મીના રોજ સવારના નવ વાગ્યાના અરસામાં મોરતલાવ ગામ નજીક આવેલ કેનાલ ઉપર કપડા ધોવા ગઇ હતી. આ મહિલા સમયસર ઘરે નહિ આવતા પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી. દરમિયાન આ મહિલાનો મૃતદેહ તલોદરાથી કડવાતલાવ જતા એક ખેતરમાંથી પસાર થતી કેનાલમાંથી મળી આવ્યો હતો. કેનાલ ઉપર કપડા ધોવા ગયેલ આ મહિલાનું મોત આકસ્મિક કારણોસર કેનાલમાં પડી જતા ડુબી જવાના કારણે થયું હોવાનું જણાવાયું હતું. આ અંગે વિનુભાઇ ઇશ્વરભાઇ વસાવા રહે. મોરતલાવ બોરજાઇ ફળિયું, તા.ઝઘડિયાનાએ ઝઘડિયા પોલીસમાં જાણ કરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીઃ કેવડીયા સરદાર પટેલની પ્રતિમાના સાનિધ્યમાં અને સાતપૂડાની શાખે યોજાઇ શાનદાર રાષ્ટ્રીય એકતા પરેડ

ProudOfGujarat

ગુજરાતના દ્વારકા, ડાકોર અને શામળાજી સહીત મંદિરોમાં કૃષ્ણજન્મની તૈયારી પુરજોશમાં.

ProudOfGujarat

રાજપીપળામાં વરસાદ વરસતા વીજળી ડુલ : વીજ કંપની સામે લોકોમાં રોષ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!