ભરૂચ જીલ્લાના ઉમલ્લાથી પાણેથા અશા તરફ જવાના માર્ગ પર માર્ગ વચ્ચે ચાલતા પાલતુ પશુઓની સમસ્યા દેખાય છે. ઉમલ્લાથી આગળ જતા ખાખરીપુરા નજીક ઘણીવાર માર્ગ પર ભેંસ, બળદ, બકરા જેવા પાલતુ પશુઓ રોડ પર આડેધડ ચાલતા હોવાના કારણે અકસ્માતની દહેશત જણાય છે. પાલતુ પશુઓને ચરાવવા લઇ જતા કેટલાક ઇસમો આ બાબતે ખાસ કોઇ કાળજી રાખતા નથી, એવી ચર્ચાઓ વાહનચાલકો અને રાહદારીઓમાં ચર્ચાઇ રહી છે. માર્ગ વચ્ચે ચાલતા પશુઓના કારણે કોઇવાર અકસ્માત થશે ત્યારે તેને માટે કોણ જવાબદાર ગણાશે? આ બાબતને લઇને આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોમાં ચિંતા ફેલાવા પામી છે.
અબ્દુલરઉફ ખત્રી ઉમલ્લા જી.ભરૂચ
Advertisement