તાજેતરમાં કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે.ત્યારે ભારતમાં પણ કોરોનાએ પગપેસારો કરતા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થતો જણાય છે અને આને લઇને આજે દેશવ્યાપી લોકડાઉન ચાલી રહ્યુ છે.તકેદારીના ભાગરૂપે અન્ય બહારનાં સ્થળોએથી આવતી વ્યક્તિઓ પૈકી કોઇ કોરોનાથી સંક્રમિત થયેલી હોય તો તે બીજાને સંક્રમિત કરી શકે.તેથી તકેદારીના પગલાં લેવાતા હોય છે.ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે પાંચ જેટલી વ્યક્તિઓ અન્ય જિલ્લાઓમાંથી એકલદોકલ વણાકપોર ગામે આવી હોવાની જાણ થતાં રાજપારડી પોલીસ અને તેમજ ભાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા પાંચ ઘરોને હોમ ક્વોરન્ટાઇન કરાયા હતા.પ્રાપ્ત વિગતો મુજબ હોમ ક્વોરન્ટાઇન કરાયેલા આ પાંચ પરિવારોમાં કુલ ૨૮ જેટલા સભ્યોનો સમાવેશ થાય છે.ઉલ્લેખનીય છે કે વડોદરા સહિત અન્ય નગરોમાં પણ ઘણા કોરોના પોઝિટિવ દર્દીઓ જણાયા છે.ત્યારે અન્ય જિલ્લાઓમાંથી આવતી વ્યક્તિઓને તકેદારીના ભાગરૂપે ઘરોમાં ક્વોરેન્ટાઇન હેઠળ રખાયા છે.બાદમાં આરોગ્ય ટીમ દ્વારા આ લોકોની નિરંતર તપાસ થતી હોય છે અને તે વ્યક્તિ કોરોના સંક્રમિત થયેલ છે કે કેમ તેની તપાસ થતી હોય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.
ઝઘડીયા : વણાકપોર ગામે બહારથી આવેલ પાંચ વ્યક્તિઓનાં ઘરો હોમ કવોરન્ટાઇન કરાયા.
Advertisement