ભરુચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નેત્રંગ રોડ પર આવેલ એક ખુલ્લા પ્લોટમાં વેચાણ માટે રાખેલ વિદેશી દારુનો જથ્થો ઝડપી લીધો હતો, જ્યારે દારુ રાખનાર ઇસમ અંધારાનો લાભ લઇને નાશી છુટ્યો હતો.
મળતી વિગતો મુજબ ગતરોજ રાજપારડી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી મુજબ નેત્રંગ રોડ પરના એક ખુલ્લા પ્લોટમા છાપો મારતા ત્યાંથી ભારતીય બનાવટના વિદેશી દારુની નાનીમોટી કુલ ૨૦ જેટલી બોટલો મળી આવી હતી.પોલીસે આ ભારતીય બનાવટના વિદેશી દારુનો રુ.૫૨૦૦ નો જથ્થો કબજે લીધો હતો, જ્યારે પોલીસને જોઇને દારુ રાખનાર ઇસમ અંધારાનો લાભ લઇને નાશી છુટ્યો હતો. પોલીસને આ ઇસમનું નામ વિજયભાઇ અંબુભાઇ વસાવા રહે.રાજપારડી હોવાની જાણ થઇ હતી. રાજપારડી પોલીસે દારુનો આ જથ્થો વેચાણ માટે રાખનાર વિજયભાઇ અંબુભાઇ વસાવા રહે.શ્રીજીનગર સોસાયટી નેત્રંગ રોડ રાજપારડી તા.ઝઘડિયાના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ