Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાની સગીર બાળાનું અપહરણ કરનાર ઇસમને પોલીસે ઝડપી લીધો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી એક સગીર વયની બાળાનું કોઇ ઇસમ પટાવી ફોસલાવીને અપહરણ કરી ગયો હતો. આ અંગે ગત તા.૨૦ મીના રોજ પોલીસ મથકે ફરિયાદ લખાવા પામી હતી. ઝઘડિયા તાલુકાના એક ગામે આ સગીરા તેના મોટાકાકા સાથે રહેતી હતી. આ સગીર બાળાનું અપહરણ થતાં પોલીસે અપહરણ કરનાર અજાણ્યા ઇસમ બાબતે તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા જાણવા મળ્યું હતુંકે સગીરાનું અપહરણ કરનાર ઇસમ ભરુચ તાલુકાના નિકોરા ગામે એના સંબંધીને ત્યાં રોકાયેલ છે. રાજપારડી પીએસઆઇ જી.આઇ.રાઠોડે પોલીસ ટીમ સાથે મળેલ બાતમી મુજબ નિકોરા ગામે જઇને આ કામના આરોપીને અપહરણ થયેલ બાળા સાથે ઝડપી લીધો હતો. પોલીસે અપહરણ થયેલ બાળાને મુક્ત કરાવી હતી, અને આ અપહરણના ગુનામાં સંડોવાયેલ આરોપી સાગરભાઇ વિનેશભાઇ વસાવા રહે.ગામ નિકોરા અને મુળ રહે.ગામ અવિધા તા.ઝઘડીયાના વિરુધ્ધ નોંધાયેલ ફરિયાદ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ : છેતરપીંડી તથા બનાવટી દસ્તાવેજનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી : જીવતાને કોરોનાની રસી મળતી નથી, ત્યારે પંચમહાલના ગોધરામાં મરેલાને રસી મૂકાઇ !

ProudOfGujarat

નર્મદા યુથકૉંગ્રેસ દ્વારા ચિત્રાવાડીગામની સ્મશાન સુવિધા માટે નગરપાલિકા ને આવેદન પત્ર આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!