ભરુચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ભારતીય જનતા પાર્ટી ના બે સક્રિય કાર્યકર્તા કિરણભાઈ વસાવા તેમજ મિતેશભાઈ મૈસુરીયાએ ગતરોજ પોતાના રાજીનામા જિલ્લા ભાજપા પ્રમુખ મરૂતિસિંહ અટોદરિયાને સોસિયલ મિડીયાના માધ્યમથી મોકલી આપ્યા હતા.
ઝઘડિયા વિધાનસભા સોશિયલ મિડીયા સહ ઇન્ચાર્જ મિતેશ મૈસુરીયા તેમજ તાલુકા આદિજાતિ મોરચાના મંત્રી કિરણ વસાવાએ પોતાના અંગત કારણોસર પાર્ટીમાંથી સ્વૈચ્છિક રાજીનામા આપ્યા હતા, આને લઇને ઝઘડિયા તાલુકા સહિત જીલ્લામાં રાજ્કીય ક્ષેત્રે સન્નાટો જોવા મળ્યો હતો. પાર્ટી હોદ્દેદારોના રાજીનામાને લઇને સોશિયલ મિડીયા પર વિવિધ ચર્ચાઓ જોવા મળી હતી. દરમિયાન આજરોજ જીલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ ભાજપા આદિજાતિ મોરચાના મંત્રી શાંતિલાલ વસાવા, જીલ્લા ભાજપા ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ પરમાર તેમજ ઝઘડીયા તાલુકા યુવા કાર્યકર દિનેશ વસાવાની સમજાવટથી આ બન્ને હોદ્દેદારોએ તેમને આપેલ રાજીનામા પાછા ખેંચ્યા હતા, અને પાર્ટી માટે સક્રિય રીતે કામ કરવાનુ ચાલુ રાખશે એમ તેમણે જણાવ્યુ હતું. દરમિયાન મિતેશ મૈસુરીયાએ ટેલિફોનિક સંપર્ક દ્વારા જણાવ્યુ હતુ કે પાર્ટીના અગ્રણીઓ દ્વારા તેમને સાંભળવામાં આવ્યા હતા અને તેમના પ્રશ્નો બાબતે ચર્ચા વિચારણા કરીને યોગ્ય સમજુતી સધાતા તેમણે તેમના રાજીનામાં પરત ખેંચ્યા હતા. વિધાનસભાની ચુંટણી પુર્વે તાલુકાના સંગઠનમાં મહત્વની જવાબદારી નિભાવનાર હોદ્દેદારોએ આપેલ રાજીનામા પરત ખેંચાતા અગ્રણીઓએ રાહત અનુભવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ