Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના કાંટોલ ગામે આગળના ઝઘડાની અદાવત રાખી એક ઇસમને માર્યો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના કાંટોલ ગામે એક લગ્ન પ્રસંગમાં ગયેલ ઇસમને ૧૦ જેટલા ઇસમોએ માર માર્યો હોવાનો બનાવ બનવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના ભીલવાડા ગામે રહેતો વિકાસભાઇ ગીરીશભાઇ વસાવા નામનો યુવાન ગત તા.૨૨ મીના રોજ કાંટોલ ગામે એક લગ્ન પ્રસંગ હતો ત્યાં ગયો હતો. ત્યાં બેન્ડ વાગતુ હતુ તેમજ બધા લોકો નાચતા હતા,તે જોવા વિકાસ અને તેની સાથે ગયેલ ઇસમો ઉભા હતા. ત્યારે કાંટોલ ગામના દશરથભાઇ વસાવા સહિતના કેટલાક લોકો ત્યાં આવ્યા હતા અને વિકાસને કહ્યું હતુંકે અહિંયા કેમ આવ્યા છો? તેમ કહીને આ લોકોએ વિકાસને લાકડીનો સપાટો તેમજ ઢિકાપાટુનો માર માર્યો હતો. ત્રણેક મહિના ઉપર આંબાખાડી ગામે ઝઘડો થયો હતો તેની રીષ રાખીને વિકાસને માર માર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. ઇજાગ્રસ્ત વિકાસને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઇ જવાયો હતો. ઘટના સંદર્ભે વિકાસભાઇ ગીરીશભાઇ વસાવા રહે.ગામ ભીલવાડાનાએ આશિષ વિક્રમ વસાવા, કૌશિક દિલિપ વસાવા, અશોક રામા વસાવા, અજય વલુસીંગ વસાવા, સંદિપ ચંદુ વસાવા, જયદીપ પ્રતાપ વસાવા, દશરથ ચૈતર વસાવા, રોહિત ચંદ્રસિંહ વસાવા, રામાભાઇ રાવજી વસાવા તેમજ વિક્રમ રાવજી વસાવા તમામ રહે.ગામ કાંટોલ, તા.ઝઘડીયા, જી.ભરૂચના વિરુધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ : બાળકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા સતચેતના પર્યાવરણ સંગઠનની અનોખી પહેલ…!

ProudOfGujarat

ગાંધીનગર : દહેગામમાં તીન પત્તીનો જુગાર રમતા 4 ઇસમો ઝડપાયા

ProudOfGujarat

ભરૂચમાં ટંકારીયા સ્પોર્ટસ ક્લબ દ્વારા યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વોરાસમની ઇલેવન ટીમે 162 રને મેળવ્યો વિજય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!