ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી ભાલોદ જવાના રોડ પર માધુમતિ ખાડી નજીકના વળાંક પર મસમોટો ખાડો પડતા અકસ્માતની દહેશત ઉભી થઇ છે. આને લઇને વણાકપોર, ભાલોદ પંથકના ગામોના વાહનચાલકો ચિંતિત બન્યા છે. આ માર્ગ પરનો ખાડો મોટો હોવાથી વાહનચાલકોએ ખાડાથી બચીને ચાલવું પડે છે. આને લઇને ખાડા નજીક માર્ગ જાણે સિંગલ ટ્રેક જેવો થઇ ગયો છે. આને લઇને સામસામેથી આવતા વાહનો ટકરાવાની દહેશત પણ જોવા મળી રહી છે. જાણવા મળ્યા મુજબ આ ખાડો લાંબા સમયથી પડ્યો છે, અને ખાડામાં પાણીનો ભરાવો થતા ખાડો મોટો બન્યો છે. ભાલોદ તરફના ગ્રામજનોને અવારનવાર રાજપારડી ઝઘડીયા અંકલેશ્વર ભરૂચ તરફ આવવા જવાનું થાય છે. કોઇ દ્વિચક્રી કે અન્ય વાહન રાત્રી દરમિયાન ખાડામાં પડશે તો જાનહાની થવાની પણ સંભાવના રહેલી છે. ત્યારે તાકીદે આ ખાડો પુરીને વાહનચાલકોને પડતી હાલાકિ નિવારાય તે જરૂરી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ