Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા તાલુકાના લિમોદરા ગામે ઝેરી દવા પી લેતા યુવકનું કરુણ મોત નીપજ્યું.

Share

ભરુચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના લિમોદરા ગામે એક ૨૨ વર્ષીય યુવકે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતુ.

મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના લિમોદરા ગામે રહેતા રતિલાલ ખાલપાભાઇ વસાવાને સંતામનાં બે પુત્રીઓ અને એક પુત્ર છે. ગતરોજ રતિલાલભાઇનો દિકરો રાજેશ સવારના નવેક વાગ્યાના સમયે મજુરીએ જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ ખબર મળી હતી કે રાજેશ ગામની બહાર જમીન પર પડેલ છે. આ વાતની ખબર મળતા રતિલાલભાઇ ત્યાં આવ્યા હતા. રાજેશ ત્યાં ઉલ્ટી કરતો હતો. રાજેશને પુછતા જાણવા મળ્યુ કે તેણે જાતે ઝેરી દવા પી લીધી હતી. તેમ કહીને તેણે બોલવાનું બંધ કરી દેતા તેની હાલત ગંભીર જણાતા તેને ઝઘડીયા સેવા રુરલ દવાખાને લઇ જવાયો હતો. ત્યારબાદ વધુ સારવારની જરુર જણાતા ભરુચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો જ્યાં સારવાર દરમિયાન રાજેશનું મોત થયુ હતુ. ઘટના સંદર્ભે રતિલાલ વસાવાએ ઝઘડીયા પોલીસમાં જાણ કરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

નર્મદાના જેતપુર ગામની આદીવાસી યુવતી પર થયેલ બળાત્કારનાં વિરોધમાં આમ આદમી પાર્ટીએ જિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યું.

ProudOfGujarat

ગોધરા : મોદીના કાર્યક્રમમા કેટલીક બસ ફાળવતા ખાનગી વાહનચાલકોને ઠાસોઠાસ ભરીને દોડાવ્યા

ProudOfGujarat

સુરતના કોટ વિસ્તારમાં પરંપરાગત રીતે બળિયા બાપજીની ભવ્ય શોભાયાત્રા નીકળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!