આજરોજ ઝઘડીયા તાલુકાના બામલ્લા ગામે આવેલી રાજશ્રી પોલિફિલ કંપની દ્વારા આજુબાજુના ૯ જેટલા ગામોમાં જરૂરિયાતમંદ લોકોને અનાજની એક નાની કિટનું વિતરણ કરવામાં આવ્યું, હાલ કારોના વાયરસના સંકટથી બચવા માટે સરકારશ્રીના હુકમથી ધારા ૧૪૪ લગાવી સમગ્ર દેશભરમાં તમામ રાજ્ય જિલ્લાઓને લોક ડાઉન કરવામાં આવ્યા છે.
આવી પરિસ્થિતિમાં ગરીબ લોકો પીડાઇ રહ્યા છે કેટલાક લોકો પાસે લોક ડાઉન દરમિયાન બંધના કારણે ભોજન પણ નથી હોતું ત્યારે આવા ગરીબ લોકોને મદદ કરવા કેટલીક સંસ્થાઓ સામે આવી છે એ જ રીતે આજરોજ ઝઘડીયા તાલુકાના બામલ્લા ગામે આવેલી રાજશ્રી પોલિફિલ કંપની દ્વારા ઉમલ્લા, મામલા, વલી, વલા જેવા ૯ ગામોના ગરીબ વર્ગના જરૂરિયાતમંદ લોકોને અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ વિસ્તારમાં તમામ આદિવાસી અને મજુરીયાત વર્ગના લોકો રહે છે જે લોકોને આ કંપની દ્વારા વારંવાર સંકટ સમયમમાં મદદ કરવામાં આવે છે.
ઝઘડીયા : રાજશ્રી પોલિફિલ કંપની દ્વારા અનાજની ૨૫૦૦ જેટલી કિટનું વિતરણ કરવામાં આવ્યું.
Advertisement